અંબાજીમાં દર્શન માટે આવેલા કાંકરેજના દર્શનાર્થીઓનું 5 વર્ષનું બાળક વિખૂટું પડતાં પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

- Advertisement -
Share

પોલીસે પરિવાર સાથે મિલન કરાવતાં પરિવારે પોલીસનો આભાર માન્યો

 

બનાસકાંઠા જીલ્લાના અંબાજી ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખો માઇભક્તો મા અંબાના ચરણોમાં શિશ નમાવવા આવતાં હોય છે. જેમાં ગુરુવારે એક કાંકરેજના રહેવાસી તેમના પરિવાર સાથે
અંબાજીના ધામે દર્શન કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન તેમનું 5 વર્ષનું બાળક વિખૂટું પડી જતાં પોલીસે તેમના પરિવાર સાથે મિલન કરાવતાં પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.

 

ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન વિખૂટા પડેલા 5 વર્ષના બાળકને પોલીસે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

 

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળામાં પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર હતા. તે દરમિયાન 5 વર્ષનું બાળક એકલું રડતું હતું.

 

જેની આજુબાજુ કોઇ પણ ન જણાતાં ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓ બાળકને સમજાવી તેને વાલી વારસા વિશે પૂછપરછ કરતાં બાળકે પોતાનું નામ જહુ ઠાકોર (રહે. કાંકરેજ) ના હોવાનું જણાવ્યું હતું.

 

અને પોતાના પરિવાર સાથે અંબાજી માતાજીના દર્શન કરવા આવેલા હતા. તે દરમિયાન પોતાના પરિવારથી વિખૂટા પડી ગયું છે તેવું જણાવતાં ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓ તાત્કાલીક
સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ જાણકારી તેના વાલી વારસોની શોધખોળ કરતાં બાળકના સગા મળી આવતાં તેમની સાથે બાળકનું સુખદ મિલન કરાવ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!