ડીસાની બનાસનદીમાં વિર્સજન કરવા ગયેલ વિધાર્થી નહાવા પડતા ડૂબ્યો, 24 કલાક બાદ મૃતદેહ મળ્યો

- Advertisement -
Share

ડીસાની બનાસનદીમાં ગઈકાલે ગણેશ વિસર્જન માટે ગયેલ એક વિદ્યાર્થીનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. 24 કલાક બાદ આજે આ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા ડીસા તાલુકા પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
File photo
અમીરગઢ તાલુકાના વગદડી ગામનો બકા સોમાભાઈ ખરાડી નામનો 13 વર્ષીય કિશોર ડીસામાં ખાનગી હોસ્ટેલમાં રહી S.C.W હાઇસ્કુલ ખાતે 9માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે વિદ્યાર્થી તેના મિત્રો સાથે ગણેશ વિસર્જન માટે ડીસા પાસે આવેલ બનાસ નદીમાં ગયો હતો.

જ્યાં નાહવા પડતા વિદ્યાર્થી ડૂબવા લાગ્યો હતો. બનાવને પગલે તેની સાથે ગયેલા મીત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ પાણીના વમણમાં ફસાઈ જતા તે ડૂબી ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક તંત્રએ તેની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન આજે નદીમાં તરતી હાલતમાં બકા ખરાડીની લાશ મળી આવી હતી. ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ બનાસ નદીએ પહોંચી હતી અને લાશને પી.એમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!