ડીસામાં એક ગાય ખાડામાં પડી જતા તેને મહામુસીબતે ત્રણ દિવસ બાદ બહાર નીકાળવામાં આવી

Share

ડીસા તાલુકાના થેરવાડા ગામે પડેલ મોટા ખાડામાં અચાનક શંકર ગાયનો પગ લપસી જતા શંકર ગાય ખાડામાં ધસી પડી હતી. છેલ્લા ત્રણ દિવસથી આ ગાય ખાડામાં પડી હોવાની કોઈપણ વ્યક્તિને જાણ ન હોવાના કારણે આ ગાય સતત ત્રણ દિવસથી ખાડામાં પડી રહી હતી.

[google_ad]

જે બાદ આજે થેરવાડા ગામના નવાવાસ વિસ્તારમાં રહેતા હરચંદભાઈ કેશાભાઈ આ ખાડા પાસેથી પસાર થતા હતા ત્યારે તેમની નજર અચાનક આ ખાડા અંદર પડતા અંદર શંકર ગાય જોવા મળી હતી. જેથી કેશાભાઈએ આ અંગેની જાણ ગામ લોકોને કરતા ગામ લોકો તાત્કાલિક ધોરણે ગાયને બહાર નીકળવા માટે પ્રયાસ શરૂ કર્યા હતો.

[google_ad]

પરંતુ ખાડો ઊંડો હોવાના કારણે ગાય બહાર નીકળી ન હતી. જે બાદ આ અંગે ગામ લોકોએ તાત્કાલિક ડીસા તાલુકાના ટેટોડા ગૌશાળાનો સંપર્ક કર્યો હતો. પરંતુ ત્યાં કોઈ જ ગાયને બહાર નીકળવા માટેની વ્યવસ્થા ન હોવાના કારણે તેઓએ ના પાડી હતી.

 

[google_ad]

જે બાદ ગામ લોકોએ ડીસા પાંજરાપોળ ખાતે સંપર્ક કરતા પાંજરાપોળની ટિમ નવાવાસ ખાતે પહોંચી હતી. જ્યાં ભારે જહેમત બાદ શંકર ગાયને બહાર નીકળવામાં આવી હતી. જે બાદ ગાયને નાના-મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ડીસા પાંજરાપોળ ખાતે લવાઈ હતી. ગાયને બહાર નીકળતા જ ગામ લોકોએ પણ રાહત અનુભવી હતી.

 

From – Banaskantha Update


Share