ડીસાના જૂનાડીસામાં બનાસ નદીમાં ડૂબેલા 3 યુવકોની લાશ ત્રીજા દિવસે મળી આવતાં ચકચાર

- Advertisement -
Share

ત્રણેયની લાશો વડાવળ અને વાસણા ગામમાં વહેતી નદીમાં તરતી હાલતમાં મળી આવી : ગ્રામજનો સાથે વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો

 

ડીસાના જૂનાડીસા ગામમાં બનાસ નદીમાં ગુરુવારે ડૂબાયેલા 3 યુવકો વડાવળ અને વાસણા ગામમાં વહેતી બનાસ નદીમાંથી તરતી હાલતમાં ત્રીજા દિવસે મળી આવતાં ચકચાર મચી ગઇ હતી.
જયારે જેની જાણ થતાં પોલીસ કાફલા સાથે વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને એન.ડી.આર.એફ.ની ટીમો દ્વારા મળી આવેલ લાશોને બોટ મારફતે જૂનાડીસા ગામમાં લાવવામાં આવતાં જ્યાં પરિવારજનોના આક્રંદથી કાલીમાં પ્રસરી ગઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં બનાસ નદીમાં ગુરુવારે ડૂબાયેલા 3 યુવકો બદ્રીઆલમ અબ્બાસખાન ઘાસુરા (ઉં.વ.આ. 36), ઇકબાલભાઇ અલ્લારખાભાઇ સુમરા (ઉં. વ. આ.

 

25) અને ઇલીયાસભાઇ મહંમદભાઇ સુમરા ( ઉં. વ. આ. 26) (તમામ રહે. જૂનાડીસા) ની લાશો વડાવળ અને વાસણા ગામમાં વહેતી બનાસ નદીમાંથી તરતી હાલતમાં ત્રીજા દિવસે મળી આવતાં ચકચાર મચી
ગઇ હતી. જેની જાણ થતાં પોલીસ કાફલા સાથે વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને એન.ડી.આર.એફ.ની ટીમો દ્વારા મળી આવેલ લાશોને બોટ મારફતે જૂનાડીસા ગામમાં લાવવામાં આવતાં જ્યાં પરિવારજનોના આક્રંદથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

 

જયારે ગુરુવારે યુવકો ડૂબતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમની લાશો બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા હતા પરંતુ અદ્યતન સાધનોના અભાવે લાશો ન મળતાં શનિવારે એન.ડી.આર.એફ.ની ટીમોને કામે લગાડવામાં આવી હતી.
જેમણે હોડી અને ક્રેનની મદદથી લાશો બહાર કાઢવા ભરચક પ્રયાસો હાથ ધર્યાં હતા. તે દરમિયાન ત્રણેયની લાશો વડાવળ અને વાસણા ગામમાં વહેતી નદીમાં તરતી હાલતમાં મળી આવી હતી. જેથી ગ્રામજનો સાથે વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!