થરાદમાં બંધ 10 ક્વાર્ટરોમાં અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરતાં ચકચાર

- Advertisement -
Share

રૂમોની અંદર તપાસ કરતાં ઘરવખરી અને સામાન વેરવિખેર જોવા મળી આવ્યો

 

થરાદ મીઠા હાઇવે પર આવેલ 220 કે.વી. ઝેટકો સબ સ્ટેશન કોલોનીમાં કર્મચારીઓના એક સાથે બંધ 10 ક્વાર્ટરોમાં દરવાજાના તાળા તોડી તસ્કરોએ હાથફેરો કરતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે થરાદ પોલીસને સિક્યુરીટી ગાર્ડ દ્વારા જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, થરાદ ચાર રસ્તાથી થોડે દૂર મીઠા હાઇવે પર આવેલ 220 કે.વી. ઝેટકો સબ સ્ટેશન આવેલ છે. જેમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે કોલોની બ્લોક ક્વાર્ટર આવેલા છે.

જેમાં ગુરૂવારની રાત્રિના સમયગાળામાં તસ્કરો ત્રાટકી ભોંય તળીયેથી માંડી બીજા માળ સુધીના ક્વાર્ટરોના મુખ્ય દરવાજે નકુચો હેન્ડલને મારેલા તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
સવારની ડયુટી ઉપર આવેલ સિક્યુરીટી ગાર્ડને જાણ થતાં ચોરી થઇ હોવાનો અહેસાસ થતાં પોલીસ મથકે જાણ કરી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઝેટકો કોલોની ક્વાર્ટરમાં તપાસ હાથ ધરતાં 10 જેટલાં ક્વાર્ટર રૂમોના મુખ્ય દરવાજાના તાળા તૂટેલા જણાઇ આવતાં રૂમોની અંદર તપાસ કરતાં ઘરવખરી અને સામાન વેરવિખેર જોવા મળી આવ્યો હતો. આથી સિક્યુરીટી ગાર્ડની માહિતીને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!