પાલનપુરમાં કરિયાણાના વેપારીનો વ્યાજે રૂપિયાના મામલે ઉધઈની દવા પી આપઘાતનો પ્રયાસ

- Advertisement -
Share

કરિયાણાની દુકાનના વેપારીએ શનિવારે ઉંધઇની દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુર તાલુકાના કુંભાસણ ખાતે રહેતા શંકરજી હેમરાજજી ઠાકોર (ખટાસણીયા) કુંભાસણ બસ સ્ટેન્ડ ખાતે પાન પાર્લર અને કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. એક વર્ષ અગાઉ તેમની દીકરીના લગ્ન હોઈ ચંડીસર ખાતે રહેતા પોપટજી ઘેમરજી ઠાકોર પાસેથી રૂ.30 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા.

 

જ્યાં સુધી મૂડી પુરી ના થાય ત્યાં સુધી દર મહિને રૂ.1500 આપવાનું નક્કી કર્યું હતું. જેમાં 1500 રૂપિયા લેખે નવ હપ્તાની ચુકવણી કરી 13,500 રૂપિયા પોપટજીને જમા કરાવ્યા હતા. ત્યારે જે સમયે 30,000 હજાર રૂપિયા વ્યાજે લીધા તે સમયે પોપટજીને બેન્કનો કોરો ચેક આપેલો હતો.
જ્યારે દર મહિને 1500 રૂપિયા ચૂકવતા હોવા છતાં પોપટજીએ શંકરજીનો ચેક બેંકમાં 50 હજારની રકમ ભરી નાખી દઈ ચેક બાઉન્સ થતાં પાલનપુર કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેને લઇ 7 ડિસેમ્બરના કોર્ટમાં મુદત હોઈ કોર્ટમાં હાજર રહી શંકરજીએ 20 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા.
જ્યારે ફરી કોર્ટમાં 7 જાન્યુઆરીના મુદત હોઈ નાણાં જમા કરાવવાની સગવડ ના હોઈ કંટાળીને શંકરજીએ ગામમાં આવેલી એગ્રોની દુકાનેથી ઉધઈની દવા લઈ ઘરે જઈ જીવન ટૂંકાવવા પી લીધી હતી. જોકે, તે સમયે તેમનો દીકરો સુભાષ આવી જતા 108માં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો અને ત્યાં તેમની સારવાર ચાલુ છે. આ સમગ્ર મામલે શંકરજી ઠાકોરે ગઢ પોલીસ મથકે પોપટજી ઘેમરજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!