દાંતાના 25 શ્રદ્ધાળુઓને પાલી હાઈવે પર અકસ્માત નડતા 4ના મોત, અરેરાટી સર્જાઈ : PMએ દુખ વ્યક્ત કર્યું

- Advertisement -
Share

દાંતા તાલુકાના કૂકડી ગામના યાત્રાળુઓ ટ્રેક્ટર લઈને રાજસ્થાનના રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે ગઈકાલ રાતે પાલી હાઇવે પાસે અકસ્માત થયો હતો. ગુજરાતના દાંતા તાલુકાના કૂકડી ગામના યાત્રાળુઓ રાજસ્થાન રામદેવરા બાબાનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. એ સમય ગઈ રાત્રે રાજસ્થાનના પાલી હાઇવે પર રોંગ સાઈડથી આવતી ટ્રેકે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ચાર લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે, તો 20 યાત્રાળુને ઇજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ શિવગંજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સિરોહી અને પાલી જિલ્લાના કલેક્ટર રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બનાસકાંઠા પોલીસ પણ રાજસ્થાન ઘટનાસ્થળે પહોંચી છે. મૃતકોના પરિવારજનો મૃતદેહોના P.M બાદ ગુજરાત આવવા રવાના થયા છે.
ટ્રેલરમાં લગભગ 25 લોકો સવાર હતા. ટ્રેલર રામદેવર તરફ જઈ રહ્યું હતું. મળતી માહિતી મુજબ સુમેરપુર હાઈવે પર હાલમાં જ થયેલા અકસ્મતા પછી આ રસ્તો વન-વે કરી દેવાયો હતો. આ દરમિયાન બે ટ્રેલર વચ્ચે લગભગ 25 શ્રદ્ધાળુથી ભરેલું ટ્રેક્ટર રસ્તાની વચ્ચે ચાલી રહ્યું હતું. પાછળથી આવેલા એક ટ્રેલરે ટક્કર મારી હતી. શ્રદ્ધાળુઓ ટ્રેલર સહિત આગળની તરફ ઊછળીને પડ્યા હતા. ટક્કરથી ટ્રેક્ટર આગળ ચાલી રહેલા ટ્રેલરથી જ ટકરાયા અને બંને ટ્રેલર વચ્ચે ફસાઈ ગયા હતા.
વડાપ્રધાન મોદીને આ અકસ્માતની જાણ થતાં જ ટ્વીટ કરી લખ્યું કે રાજસ્થાનના પાલીમાં અકસ્માત થયો, જે ઘણું જ દુ:ખદ છે. મૃતકના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય એ માટે પ્રાર્થના. જન્માષ્ટમીની રાતે જ અકસ્માત થતાં દાંતા ગામમાં અરેરાટી ફેલાઈ છે.
શુક્રવારે સવારે સુમરેપુર હાઈવે પર દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં એક ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન હાઈવે જામ થઈ ગયો હતો. આ કારણે ત્યાં વન-વે કરાયો હતો. શુક્રવારે રાત્રે ટ્રોલીમાં બેસીને જઈ રહેલા શ્રદ્ધાળુઓને સામેથી આવતા ટ્રેલરે ટક્કર મારી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!