પાટણના સિદ્ધપુર માંથી જુગાર રમતા પાંચ શકુનીઓ ૮. ૮૦ લાખની મત્તા સાથે ઝડપાયા

- Advertisement -
Share

પાટણના સિદ્ધપુર માંથી જુગાર રમતા પાંચ શકુનીઓ ૮. ૮૦ લાખની મત્તા સાથે ઝડપાયા પોલીસસુત્રોના જણાવ્યાનુસાર સિદ્ધપુર નજીક આવેલ સુજાણપુર ના હનુમાનપુરા વિસ્તારમાં આવેલ એક ઘરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિદ્ધપુર પી.આઈ જે.બી.આચાર્ય અને પોલીસ સ્ટાફના માણસોએ જુગાર વાળા સ્થળે જઈ છાપો મારતા પોતાના ઘરમાં અંગત ફાયદા સારું જુગાર રમી રમાડતા પટેલ હાર્દિક ભાઈ નવીનચંદ્ર , રહે . સુજાણપુરવાળાને તેમજ પટેલ પ્રતિકકુમાર પ્રવિણ ભાઇ , પટેલ યોગેશકુમાર રણછોડભાઈ , પટેલ આશિષકુમાર મણિલાલ , પટેલ વિનુભાઈ નારણભાઈ તમામ ચારેય રહે . ઊંઝા વાળાઓને ઝડપી લીધા હતા . અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લા એસપી વિજય પટેલ એકબાજુ જિલ્લાને દારૂ – જુગાર અને નશીલા પદાર્થોના વેચાણની બદીથી મુક્ત કરવા કટિબદ્ધતા દર્શાવી ચુક્યા છે ત્યાં બીજીતરફ સિદ્ધપુર ટાઉન સહિત તાલુકામાં દારૂ , જુગાર સહિત નશીલા પદાર્થોના વેચાણની બદીએ માઝા મૂકી છે ત્યારે કામગીરીના ભાગરૂપે રોજબરોજ એકલદોકલ કેસ કરતી પોલીસ તાલુકા માંથી દારૂ , જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ કાયમી ધોરણે બંધ કરાવી યુવાધનને બરબાદીના માર્ગે જતું અટકાવે એવી તાલુકા ના પ્રબુદ્ધ નાગરિકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે જો આ બાબતે સત્વરે કોઈ કડક અને અસરકારક પગલાં પોલીસ દ્વારા લેવામાં નહિ આવે તો તેના પડઘા આગામી વિધાનસભા ચૂંટણીમાં પડશે તે ચોક્કસ છે

Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!