પાલનપુરના ભટામલ નાનીમાં ઘર આગળ ઢોલ ન વગાડો મહીલાએ કહેતાં 4 શખ્સોએ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

મહીલાએ 4 શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

 

પાલનપુર તાલુકાના ભટામલ નાની ગામમાં ઘર નજીક કેમ જોરજોરથી ઢોલ વગાડો છો તેમ કહેતાં ઉશ્કેરાયેલા 4 શખ્સોએ મહીલા પર હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે મહીલાએ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના ભટામલ નાની ગામમાં રહેતાં દલીબેનના ઘર નજીક તેમના સમાજના વ્યક્તિઓ માનતાના પ્રસંગમાં જોરજોરથી ઢોલ વગાડતા હતા. જેથી દલીબેને કહેલ કે મારા ઘર નજીક કેમ જોરજોરથી ઢોલ વગાડો છો.

 

જેથી ઉશ્કેરાયેલા એક વ્યક્તિ દ્વારા દલીબેનને માથાના ભાગે ધોકો મારી અન્ય વ્યક્તિઓએ ગડદા પાટુનો માર મારી જાતિ અપમાનિત શબ્દો બોલ્યા હતા.
જેથી દલીબેને સોડાપુરના ભુરાભાઇ ચેલાભાઇ,લાલસિંહ હમીરસિંહ દરબાર (ચૌહાણ),મોતીસિંહ લાલસિંહ દરબાર (ચૌહાણ) અને અન્ય એક વ્યક્તિ સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!