પોરબંદર જિલ્લાના 10 રસ્તાઓને તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના અપાઇ : આ રસ્તા ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

- Advertisement -
Share

પોરબંદર જિલ્લામાં વહેતા પાણી વાળા કોઝવે પરથી લોકો સાહસ કરી ને પસાર ન થાય તેવી જિલ્લા વહીવટી તંત્રની અપીલ કરી છે,જોખમી કોઝવે પર બંદોબસ્ત અને પોલીસની મદદ લેવા કલક્ટર અશોક શર્માની જિલ્લા તંત્રને સૂચના આપી છે,પોરબંદર જિલ્લામાં પાણી વહેતું હોય ત્યારે કોઝવે પર પસાર થવાનું દુ:સાહસ ન કરવા જિલ્લા કલેકટર અશોક શર્માએ લોકોને અપીલ કરી છે. પોરબંદરના કલેક્ટર અશોક શર્મા એ જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે ઉપર વાસના વરસાદને કારણે જ્યાં વધારે પાણી વહેતું હોય એવા જોખમી કોઝવે તાત્કાલિક બંધ કરાવવા, જરૂર પડે પોલીસની મદદ લઈ બંદોબસ્ત પણ ગોઠવવો. વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે પાણી વહેતું હોય ત્યારે રસ્તો ઓળંગવાનું સાહસ ન કરવું. સ્થાનિક વિસ્તારમાં વરસાદ ન હોય અને ઉપરવાસમાં વરસાદ હોય તો અચાનક પાણી વધી જવાની પણ સંભાવના રહેતી હોય ગ્રામ્ય વિસ્તારના લોકોને ખાસ કરીને વાહન લઈને પસાર થતા લોકોએ પાણીમાંથી પસાર થવાનું સાહસ નહીં કરવા અપીલ કરવામાં આવી છે પોરબંદર જિલ્લામાં ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમો ના દરવાજા ખોલવામાં આવ્યા હતા જે ને લીધે ફરી એક વખત ઘેડપથક ગામોમાં પાણી આવી પહોંચ્યા હતા જેના લીધે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ઉપર વાસમાંથી પાણી બંધ થઈ પછી પરિસ્થતિ જોઈ રસ્તાઓ શરૂ કરવામાં આવશે. જાનહાનિ ન થાય તે માટે બંધ કરાયેલા રસ્તામાં લોકોને પસાર ન થવા તંત્રની અપીલ જિલ્લાના ૧૦રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જેમાં પોરબંદર તાલુકાના જુના ભાદર પુલથી રાતીયા તરફ જતો રસ્તો, ચીકાસા રોડ, પાતા શર્મા,આદિત્યાના બોરિયા બખરલા રોડ,રાનાવાવના છત્રાવા નેરાણા રોડ, કુતિયાણાના એરડા પાદરડી રોડ,ધરસન રેવડ્રા કેડગી રોડ ,સ્મેગા ગઢવાના રોડ માંડવા કુતિયાણાના રોડ હાલ પરિસ્થતીએ બધ કરવામાં આવ્યા છે


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!