ડીસામાં બાઇકની ઉઠાંતરી કરનાર પરપ્રાંતિય શખ્સને પોલીસે ઝડપ્યો

- Advertisement -
Share

ડીસા શહેર ઉત્તર પોલીસે બાઇક ચોરને ઝડપી તેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

 

ડીસામાંથી ચોરાયેલી બાઇકનો ગુનો શહેર ઉત્તર પોલીસે ઉકેલી દીધો છે અને રાજસ્થાનથી આવી બાઇક ચોરીને નાસી ગયેલા પરપ્રાંતિય શખ્સને પોલીસે ઝડપી પાડયો છે. જયારે ચોરેલું બાઇક જપ્ત કરી વધુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો હાથ ધર્યાં છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો હતો. જેમાં એક પેશન પ્રો બાઇકની પણ ચોરી થઇ હતી.

 

આ ચોરી મામલે ડીસા શહેર ઉત્તર પોલીસે જીણવટભરી તપાસ શરૂ કરી હતી અને હ્યુમન સોર્સીસના આધારે બાઇક ચોરને ઝડપી પાડયો છે.

 

રાજસ્થાનના સેડીયા ગામમાં રહેતો રાજુરામ લાલારામ વિશ્નોઇ નામનો પરપ્રાંતિય શખ્સ ગુજરાતમાં આવી બાઇક ચોરી કરી નાસી જતો હતો.

 

જેથી પોલીસે તેને વોચ ગોઠવી ઝડપી પાડયો હતો. પોલીસે શખ્સની પૂછપરછ કરી ચોરી કરેલું બાઇક પેશન પ્રો પણ જપ્ત કર્યું છે.

 

ડીસા શહેર ઉત્તર પોલીસે બાઇક ચોરને ઝડપી લઇ તેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી ચોરીના વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પ્રયાસો હાથ ધર્યાં છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!