ડીસામાં પુત્રનું અપહરણ કરી તેના પિતા પાસે ખંડણી માંગી : પોલીસે વેશ ધારણ કરી અપહરણકારોને ઝડપ્યા

- Advertisement -
Share

પોલીસે જૂદા-જૂદા વેશ ધારણ કરી 3 શખ્સોને ઝડપી પાડયા

 

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં હાઇવે પર ઉમાનગરમાં રહેતાં પ્રકાશ આલને તેના પરીચીત શખ્સોએ ચૌધરી પેટ્રોલ પંપ નજીકથી રીક્ષામાં બેસાડી અપહરણ કરી ગયા હતા.

આગળ જતાં તેને રીક્ષામાંથી કારમાં લઇ જઇ દાંતીવાડા નજીક એક અવાવરૂ જગ્યાએ છરીની અણીએ ગોંધી રાખ્યો હતો અને તેના પિતા અમરતભાઇ આલને અલગ-અલગ મોબાઇલ નંબરથી ફોન કરી રૂ.
1,00,000 ની ખંડણી માંગી હતી અને રૂપિયા નહીં આપે તો તેમના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની જાણ ડીસા દક્ષિણ પોલીસને કરી હતી.

આ અંગે જીલ્લા એલ.સી.બી. અને ડીસા શહેર દક્ષિણ પોલીસે તાત્કાલીક ધોરણે અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. બાદમાં શુક્રવારે રૂ.

 

1,00,000 ની ખંડણી લઇને બોલાવેલી જગ્યા પર પોલીસ અલગ-અલગ વેશ ધારણ કરી પહોંચી ગઇ હતી. જયારે યુવકના પિતા પાસે રૂપિયા લેવા માટે આવેલ અપહરણકારોને ઝડપી પાડી તેમની ચૂંગાલમાંથી પ્રકાશ આલને મુક્ત કરાવ્યો હતો.

 

જયારે અપહરણ કરનાર રણજીતસિંહ વાઘેલા, વિક્રમ વાઘેલા અને ઇશ્વરસિંહ ભાંગરાની અટકાયત કરી હતી. પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતાં અપહરણકારો પ્રકાશ આલ પાસે રૂપિયા માંગતા હતા અને વધુ
નાણાં પડાવવા માટે તેનું અપહરણ કર્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જોકે, પોલીસે અત્યારે ત્રણેય અપહરણકારોની અટકાયત કરી વધુ તપાસ માટે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!