બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે અમીરગઢ-ઇકબાલગઢ વચ્ચે આવેલ હોટલ નજીકથી 2 પિસ્તોલ સાથે 1 શખ્સને ઝડપ્યો : 2 શખ્સો ફરાર

- Advertisement -
Share

એસ.ઓ.જી. પોલીસે કુલ મુદ્દામાલ અમીરગઢ પોલીસને સુપ્રત કરી 3 શખ્સો સામે ગુનો નોંધ્યો

 

બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે દેશી બનાવટની પિસ્તોલનું વેચાણ થતું ઝડપી પાડયું છે. એસ.ઓ.જી. પોલીસને અમીરગઢ-ઇકબાલગઢ વચ્ચે આવેલ ખાનગી હોટલ નજીક શુક્રવારે દેશી બનાવટી 2 પિસ્તોલનું

વેચાણ થવાની બાતમી મળતાં એસ.ઓ.જી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી 2 પિસ્તોલ સાથે 1 શખ્સને ઝડપી પાડયો છે. જ્યારે 2 શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે અમીરગઢ પોલીસ વિસ્તારમાંથી દેશી પિસ્તોલ વેચવા આવેલા 1 શખ્સને ઝડપી પાડયો છે.

જેમાં એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ સાથે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે અમીરગઢ-ઇકબાલગઢ વચ્ચે આવેલી એક ખાનગી હોટલ નજીક

 

ગેરકાયદેસર વગર પાસ પરમીટની દેશી બનાવટી પિસ્તોલનું વેચાણ થવાનું હોય જે આધારે એસ.ઓ.જી. પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ જણાતાં 3 શખ્સોને પૂછપરછ કરતાં 2 શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા.

 

જેથી એસ.ઓ.જી. પોલીસને શક જતાં 1 શખ્સને ઝડપી પાડયો હતો. શખ્સની તપાસ કરતાં શખ્સ પાસેથી દેશી 2 પિસ્તોલ મળી આવી હતી.

 

એસ.ઓ.જી. પોલીસે 1 શખ્સની અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ધકેલ્યો હતો. અમીરગઢ પોલીસે પૂછપરછ કરતાં પિસ્તોલ સાથે ઝડપાયેલા શખ્સ પોતાનું નામ કમલેશકુમાર પ્રભુરામ વિશ્નોઇ
(રહે. રાજસ્થાનના ઝાલોરના ચિતલવા લાલજી કી ડુંગરી) જણાવ્યું હતું. જયારે દેવું (રહે. રાજસ્થાનના ગઢડા આબુરોડ) અને વિજય ગિરીશભાઇ ઠાકોર (રહે. મહેસાણા) નાસી છૂટયા હતા. આ અંગે અમીરગઢ પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી કુલ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!