ડીસામાં હીન્દુ યુવા સંગઠન દ્વારા વૃદ્ધને આશ્રમમાં મોકલી માનવતા મહેકાવી

- Advertisement -
Share

જ્યાર સુધી પગે સાથ આપ્યો ત્યાં સુધી કોઇ સામે હાથ લંબાવ્યો નથી

 

આ અંગે હીન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, આ કાકાનું નામ ડાહ્યાભાઇ ખત્રી છે. જે રાજપુરમાં રહે છે. જે વર્ષોથી એકલું જીવન ગુજારે છે.

જ્યાર સુધી પગે સાથ આપ્યો ત્યાં સુધી કોઇ સામે હાથ લંબાવ્યો નથી. એમને એક દીકરો છે જે માનસિક છે અને એની માનસિક હાલત એટલી ખરાબ છે કે, તે મહીનાઓ સુધી સ્નાન પણ કરતો નથી.

કોઇ જમવાનું આપે તો જમી લે અને એમ-તેમ ડીસાની બજારમાં ફરતો રહે અને કાકા કહે કે, રાત્રે મોડે આવે સૂઇ જાય અને સવારે જતો રહે એનું નામ છે જગદીશ બધા જગો કહીને બોલાવે.

અમે ઘણીવાર એમને કહ્યું કે, કોઇ આશ્રમમાં રહ્યો પણ હંમેશા ના કહે પહેલાં લાટી બજાર લારી ચલાવતા અને એજ લારી પર રાત્રે સૂઇ રહેતાં હતા.
હવે પગે સાથ ન આપ્યો તો રાજપુર એમના તૂટેલા ઘરની ઓસરીમાં રહેતા હતા. જયારે આજુબાજુમાંથી કોઇ જમવાનું આપે તો જમે નહીતર એમના એમ પડયા રહે. પગે ચાલી ન શકાતું એટલે ઘસડાતાં ચાલતાં રહે છે.
અમને સેવાભાવી સચિન નાઇનો કોલ આવ્યો કે, આ ડાહ્યાકાકાની કઇક વ્યવસ્થા કરી નાખો ખૂબ હેરાન થાય છે તરત હું અને સચિન નાઇ ત્યાં જઇને કાકાને કહ્યું કે, બોલો હવે આશ્રમમાં જવું છે ? તો એમની રડતાં અવાજે એક જ જવાબ હતો ભગવાનની ઇચ્છા.
અમે એમને નવા કપડાં પહેરાવીને ડીસામાં આવેલ નગરપાલિકા સંચાલિત ઘર વિહોણા આશ્રમમાં મૂક્યા છે. જ્યાં એમને સમયસર જમવાનું, ચા-પાણી, નાસ્તો, દવા અને રહેવાની તમામ સગવડ પૂરી પાડવામાં આવશે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!