અમીરગઢમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી 24 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

- Advertisement -
Share

અમીરગઢ તાલુકાના રાણાવાસ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેઈડ કરી 24 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, દારૂની ભઠ્ઠી ચલાવનારા ભાગી છૂટયા હતા. જેથી પોલીસે અજમલ સિંહ ચૌહાણ પર પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડને લઈ પોલીસ સતર્ક બની છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના રણાવાસ ગામની સીમમાં અમીરગઢ પોલીસે રેડ કરતા દેશી દારૂની ભઠ્ઠી ઝડપી છે. અમીરગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ એમ કે ઝાલાને મળેલી ખાનગી બાતમી હકીકત આધારે રણાવાસ ગામની સીમમાં ડેમ પાસે અજમલસિંહ ચૌહાણ તેના કબજા ભોગવટાના ખેતરમાં દેશી દારૂ ગાળી રાખી વેચાણ કરતો હોય જે હકીકત આધારે અમીરગઢ પોલીસે રેડ કરી હતી.
જ્યાં ખેતરમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી. જે ભઠ્ઠીમાં ગેસની બોટલ તેમજ એક સગડી દેશી દારૂ ગાળવાનો વોશ સહિત કુલ 24,550નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. જોકે, ભઠ્ઠી ચલાવનારા ભાગી છૂટ્યો હતો. જેથી તેના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!