બનાસકાંઠામાં પશુઓમાં લમ્પી વાયરસના કહેરથી પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

- Advertisement -
Share

લમ્પી વાયરસના કહેરને લઇ અમીરગઢ અને ખોડા બોર્ડર સીલ કરાઇ

 

બનાસકાંઠા જીલ્લામાં પશુઓમાં લમ્પી નામનો વાયરસ જોવા મળી રહ્યો છે. પશુમાં વાયરસના લક્ષણ દેખાતાં જીલ્લામાં 14 તાલુકામાં પશુપાલન વિભાગની 14 ટીમો કાર્યરત કરાઇ છે.
જીલ્લામાં 150 થી વધુ પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતાં પશુઓને 7 દિવસ માટે સારવાર અર્થે ખસેડાયા છે અને સૌથી વધુ ધાનેરામાં પશુઓમાં કેસ સામે આવ્યા છે.

 

બનાસકાંઠા જીલ્લામાં અત્યારે પશુઓમાં લમ્પી નામનો વાયરસ જોવા મળી રહ્યો છે અને સૌથી વધુ ધાનેરા તાલુકામાં પશુઓમાં જોવા મળી રહ્યો છે.

 

આ લમ્પી નામનો વાયરસ પશુઓમાં જોવા મળતાં બનાસકાંઠા જીલ્લાના 14 તાલુકામાં પશુપાલન વિભાગની ટીમ કાર્યરત કરાઇ છે અને જીલ્લામાં 150 થી વધુ પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે.

 

આ પશુઓમાં વાયરસ જોવા મળતાં જીલ્લાના પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ લમ્પી વાયરસ ચેપી રોગ હોવાથી બોર્ડરો સીલ કરવાનો નિર્ણય કરાયો છે.
અને રાજસ્થાનથી આવતાં પશુઓની નોંધણી કરી ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ બનાસકાંઠા જીલ્લામાં પશુઓમાં લમ્પી નામનો વાયરસ જોવા મળતાં હાલ તમામ પશુપાલકોમાં ચિંતા ફરી વળી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!