ઇકબાલગઢમાં રસ્તાઓની ખરાબ હાલતથી અંતિમ ક્રિયા માટે મૃતદેહ લઇ લોકો પાણી અને ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા

- Advertisement -
Share

ગ્રામ પંચાયત દ્વારા રોડ-રસ્તામાં બેદરકારી દાખવતા વિકટ પરિસ્થિતિ : મૃતદેહ લઇ ગંદકીમાંથી પસાર થતાં લોકોએ વિડીયો વાઇરલ કર્યાં

 

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં ગ્રામ પંચાયત દ્વારા રોડ-રસ્તાની બેદરકારીને દાખવતા વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે.

ઇકબાલગઢમાં વરસાદી પાણી ભરાવાથી લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જેમાં ગુરુવારે એક અંતિમ ક્રિયા માટે મૃતદેહ લઇ લોકો રોડ પર ભરાયેલા પાણી અને ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. મૃતદેહને લઇ ગંદકીમાંથી પસાર થતાં સ્થાનિક લોકોએ વિડીયો વાયરલ કર્યો હતો.

બનાસકાંઠા જીલ્લાના ઇકબાલગઢમાં ડેરી ગામ તરફથી આવી રહેલો રોડ ઉપર ઘણા સમયથી ખરાબ હોવાના કારણે અવર-જવર કરતાં લોકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.

 

વરસાદ પડતાં આ રોડ-રસ્તા ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં ઇકબાલગઢ ગ્રામ પંચાયત બેદરકારી દાખવતા વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે.

 

ગુરુવારે એક અંતિમ ક્રિયા માટે મૃતદેહ રસ્તામાં પહેલાં પાણી અને ગંદકીમાંથી પસાર થઇને લોકો નીકળવા મજબૂર બન્યા હતા.
મૃતદેહને લઇ ગંદકીમાંથી પસાર થતાં લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો હતો. જેને લઇ સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!