ડીસાના બાઈવાડા ગામે ત્રણ દુકાનમાં ચોરી કરનાર ત્રણ ઝડપાયા, પોલીસે ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો

- Advertisement -
Share

ડીસા તાલુકાના બાઈવાડા ગામે 10 દિવસ અગાઉ ત્રણ દુકાનમાં ચોરી કરનાર ત્રણ શખ્સોને ડીસા તાલુકા પોલીસે એક મોબાઇલ તેમજ આઠ હજાર રોકડા જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

ડીસા તાલુકાના બાઈવાડા ગામે તા. 3 જુલાઈની રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ ત્રણ દુકાનમાં મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂપિયા 20 હજારના મુદ્દામાલની ચોરીની ફરીયાદ ડીસા તાલુકા પોલીસ મથકે નોધાઈ હતી.
આથી ડીસા તાલુકા પીઆઈ એમ.જે.ચૌધરીના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફ દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓની તપાસમાં હતા. જે દરમિયાન મનીષભાઇ વરસંગભાઇ ઠાકોર (ઝેરડીયા) રહે, બાઇવાડા, તા. ડીસા, અનારજી ખેમાજી ઠાકોર રહે, ધરપડા, તા. ડીસા અને જ્યંતીભાઇ ઉર્ફે જેણો છગનભાઇ પરમાર (વાલ્મીકી) રહે, બાઇવાડા, તા. ડીસાને અટક કરી ચોરીમાં ગયેલ મોબાઇલ નંગ-1 અને રોકડ રકમ રૂપિયા આઠ હજાર મળી કુલ નવ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!