ડીસામાં ઇકો ગાડીનો પરપ્રાંતીય ચોર ભાગવા ગયો ત્યાં LCBની ટીમના હાથે ઝડપાઈ ગયો

- Advertisement -
Share

ડીસામાંથી બનાસકાંઠા LCBની ટીમે ઇકો ગાડીના પરપ્રાંતીય ચોરને ઝડપી પાડ્યો છે. ગાડી સહિત 4.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચોરની અટકાયત કરી ડીસા શહેર દક્ષિણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

બનાસકાંઠા જિલ્લા એલ.સી.બીની ટીમ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે હવાઈ પીલ્લર પાસે એક શંકાસ્પદ ઈકો ગાડી હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી પોલીસને ત્યાં પહોંચતા જોઈ ઇકો ચાલક ગાડી લઈ ત્યાંથી ભાગ્યો હતો.

પોલીસે પણ તેનો પીછો કરી ઉભો રાખી પૂછપરછ કરતા તે ઇકો ગાડી ડીસાની એસસીડબ્લ્યુ હાઈસ્કૂલ વિસ્તારમાંથી 10 દિવસ અગાઉ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે 4.50 લાખ રૂપિયાની કિંમતની ઇકો ગાડી કબ્જે લીધી હતી અને પરપ્રાંતીય ગાડી ચોર અને ઉદેપુરના લૂંક ગામના વિકેશ પારગીની અટકાયત કરી ડીસા શહેર દક્ષિણ પોલીસને સોપ્યો હતો. પોલીસે અત્યારે ગાડી ચોરને ઝડપી અન્ય ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!