પાલનપુર એલ.સી.બી. પોલીસે ફોર્ચુનર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો : ગાડી ચાલક ફરાર

- Advertisement -
Share

પોલીસે વિદેશી દારૂની બોટલો/બીયર ટીન નંગ-983 કિ.રૂ. 2,36,675 અને ગાડીની કિ. રૂ. 10,00,000 મળી કુલ કિ.રૂ. 12,36,675 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

પાલનપુર એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો શનિવારે ડીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન એક ફોર્ચુનર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ધાનેરા તરફથી આવી ડીસા તરફ આવવાનો હોવાથી ખાનગી બાતમીના આધારે ગાડીનો પીછો કરી ચંડીસર નજીક ગાડી ઝડપી પાડી હતી.

 

જેમાં ફોર્ચુનર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો/બીયર ટીન અને ગાડી મળી કુલ રૂ.12,36,675 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

આ અંગે ગઢ પોલીસે ભાગી જનાર ગાડી ચાલક અને અન્ય શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો શનિવારે ડીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

 

તે દરમિયાન એક ફોર્ચુનર ગાડી નં. GJ-15-CD-3756 માં વિદેશી દારૂનો જથ્થો ભરી ધાનેરા તરફથી આવી ડીસા તરફ આવવાનો હોવાથી ખાનગી બાતમીના આધારે ગાડીનો પીછો કરી ચંડીસર નજીક ગાડી ઝડપી પાડી હતી.

 

જેમાં ફોર્ચુનર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો/બીયર ટીન નંગ-983 કિ.રૂ. 2,36,675 અને ગાડીની કિ. રૂ. 10,00,000 મળી કુલ કિ.રૂ. 12,36,675 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે ગઢ પોલીસે ભાગી જનાર ગાડી ચાલક નરેશ મોતીરામ ચૌધરી (રહે.પલાદર, તા.સાંચોર) અને અન્ય એક શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!