ડીસા ફુવારા સર્કલ પાસે અચાનક વગર વરસાદે રોડપર ભુવો પડતા અફડાતફડી મચી હતી, બાદમાં તરત પુરવામાં આવ્યો

- Advertisement -
Share

ડીસાના ફુવારા સર્કલ પાસે ભરચક વિસ્તારમાં અચાનક વગર વરસાદે મુખ્ય માર્ગ પર ભુવો પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અચાનક મુખ્ય માર્ગ પર ભુવો પડતા રાહદારી તેમજ વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, બાદમાં તેને પૂરી દેવાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા ખાતે આવેલ ભરચક વિસ્તાર ગણાતા ફુવારા સર્કલ પાસે એક વર્ષ અગાઉ કરોડોના ખર્ચે બનાવેલ ડામરનો મુખ્ય માર્ગમાં મંગળવારે અચાનક વગર વરસાદે ભુવો પડતાં વાહનચાલકો રાહદારીઓમા ભયનો માહોલ છવાયો.
ફુવારા સર્કલ પાસે મુખ્ય માર્ગમાં અચાનક ભુવો પડતા પાલિકા સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. અચાનક વગર વરસાદે મુખ્ય માર્ગ પર ભુવો પડતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. જોકે, કોઈ જાનહાની ન સર્જાય તેને લઈ ડીસા પોલીસ દ્વારા ભુવા પડેલ સ્થળ પર બેરીકેટ મુકવામાં આવ્યું હતું અને બાદમાં તેનું સમારકામ કરાયું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!