ડ્રગ્સ લેશો તો ખેર નથી : પોલીસ કીટ વડે ડ્રગ્સનું ટેસ્ટીંગ કરશે

- Advertisement -
Share

રથયાત્રાને ધ્યાનમાં રાખીને માદક દ્રવ્યોનું સેવન કરનારાને ઝડપી પાડવા રેપીડ ટેસ્ટ કીટ વડે મલ્ટી-ડ્રગ મલ્ટીલાઇન ટવીસ્ટ સ્ક્રીન ટેસ્ટ ડીવાઇસનો ઉપયોગ કરાશે

 

અમદાવાદ સહીત ગુજરાતભરમાં ડ્રગ્સના ફેલાવાને જોતા રાજ્યના ગૃહ વિભાગે ડ્રગ્સની બદીને નાથવા જૂના પ્રયોગનું પુનરાવર્તન કર્યું છે.

2018 માં વડોદરા પોલીસે દેશમાં પહેલીવાર રેપીડ ડ્રગ્સ ટેસ્ટ શરુ કર્યો હતો. જો કે, ત્યારબાદ બીજા શહેરોમાં આ પ્રયોગને દોહરાવી શકાયો ન હતો.

હવે અમદાવાદમાં રથયાત્રાને ધ્યાનમાં રાખીને માદક દ્રવ્યોનું સેવન કરનારાને ઝડપી પાડવા રેપીડ ટેસ્ટ કીટ વડે મલ્ટી-ડ્રગ મલ્ટીલાઇન ટવીસ્ટ સ્ક્રીન ટેસ્ટ ડીવાઇસનો ઉપયોગ કરાશે.

અમદાવાદ ક્રાઇમના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના સિંધુભવન રોડ, કોટ વિસ્તાર સહીતના અલગ-અલગ વિસ્તારોમાં રેન્ડમ ડ્રગ્સ ટેસ્ટીંગ કરાશે.

સેમ્પલ કલેક્ટરથી ડ્રગ્સ એડીક્ટના મોમાંથી સ્પન્જ મારફતે લાળ સાથેનું પ્રવાહી લઇ તેને ડીવાઇસના કલેક્શન ચેમ્બરમાં ગોઠવવામાં આવે છે.

ત્યારબાદ 9 મિનિટના સમયમાં તેનું રીઝલ્ટ આવે છે. પ્રવાહીમાં જો કોઇ ડ્રગ્સની હાજરી હોય તો તે ડીવાઇસ એન્ટી બોડી સાથે સંયોજીત થઇ અને આગળ ગતિ નહીં કરી શકે.
જ્યારે અન્ય પ્રવાહી કેપિલરી એક્શનના સિદ્ધાંત મુજબ આગળ કરી અને લાઇન સ્વરૂપે ડીવાઇસ પર દ્રશ્યમાન થશે.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!