ડીસાના સાંડીયામાં ગ્રામ પંચાયતની જમીનમાં મંજૂરી વગર કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે માટીનું ખનન કરતાં ચકચાર

- Advertisement -
Share

કોન્ટ્રાક્ટર દ્વારા બિનઅધિકૃત ખોદકામ કરતાં કલેક્ટર અને ભૂસ્તર વિભાગને ફરિયાદ કરાઇ

ડીસા તાલુકાના સાંડીયા ગ્રામ પંચાયતની સરકારી જમીનમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા બિન અધિકૃત રીતે કોઇની પણ પરવાનગી વગર ખોદકામ કરી 150 થી પણ વધુ ડમ્પરો ભરીને માટી લઇ જઇ લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી હોવાની ફરિયાદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહીત સભ્યોએ કરી છે.
સાંડીયા ગામમાં ગ્રામ પંચાયતના હેડે ચાલતી સરકારી જમીન જે જમીન સવાલાવાળી જમીન તરીકે ઓળખાય છે. તેમાંથી માટી કામના કોન્ટ્રાક્ટર સુરેશભાઇ દેસાઇ (પાલડીવાળા) એ ગેરકાયદેસર રીતે હીટાચી મશીન મૂકી મોટાપાયે માટીનું ખોદકામ કર્યું હતું.

 

સુરેશભાઇ દેસાઇ આ બાબતે ગ્રામ પંચાયતની, ભૂસ્તર વિભાગની કે મામલતદારની કોઇની પણ પરવાનગી વગર મશીન મૂકી 150 થી વધુ ડમ્પરો માટી લઇ જઇ લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી છે.

 

ખોદકામ ચાલતું હતું ત્યારે ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહીત સભ્યો દ્વારા સરપંચને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ સરપંચે આ બાબતે ધ્યાન આપ્યું ન હતું.
જ્યારે કોન્ટ્રાક્ટર માથાભારે અને રાજકીય લાગવગ ધરાવતો હોય તેણે ‘સરકારમાં જ્યાં રજૂઆત કરવી ત્યાં કરો” તેમ કહીં ધમકાવીને કાઢી મૂક્યા હતા.

 

જેથી આ બાબતે ગ્રામ પંચાયતના ઉપસરપંચ જોઇતાભાઇ (મલુપુરા), સામાજીક ન્યાય સમિતિના ચેરમેન ચમનભાઇ પરમાર અને સભ્ય સીતાબેન દેવાભાઇ ઘટાડ દ્વારા કોન્ટ્રાક્ટર સામે ગેરકાયદેસર રીતે ખોદકામ

 

કરી લાખો રૂપિયાની ચોરી કરવા બદલ જીલ્લા કલેક્ટર, જીલ્લા ભૂસ્તર શાસ્ત્રી અને ડીસા મામલતદારને લેખિત રજૂઆત કરી તપાસ કરવા જણાવ્યું હતું.
આ બાબતે ડીસા મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર ડી.પી.ઝાલાએ જણાવ્યું હતું કે ‘અમોને રજૂઆત મળતાં સ્થળ પર માપણી કરી પંચનામું કર્યું છે. જેમાં મોટાપાયે ખોદકામ જણાઇ આવેલ હોઇ આ બાબતનો વિસ્તૃત રીપોર્ટ કરી ભૂસ્તર વિભાગને રજૂ કરીશું.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!