ડીસામાં રખડતા ઢોરોના કારણે વધુ એક મોત : આખલો વચ્ચે આવતા ગાડી પલટી : એકનું મોત 4 ઘાયલ, જવાબદાર કોણ..?

- Advertisement -
Share

ડીસાના લોરવાડા પાસે હાઈવે પર અચાનક આખલો આવી જતા ગાડીના ચાલકે આખલાને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં અર્ટીગા ગાડી પલ્ટી ખાતા ગાડીમાં સવાર એકનું મોત તેમજ અન્ય ચાર લોકો ઇજા ગ્રસ્ત થયા હતા.

 

બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે રખડતા ઢોરોને નિયંત્રણ કરવા માટે અનેકવાર સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી રખડતા ઢોરોને નિયંત્રણ કરવામાં આવ્યા નથી અને જેના કારણે અવારનવાર રખડતા ઢોરોના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે.

આ અકસ્માતમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આજે ડીસાના લોરવાડા પાસે હાઈવે પરથી પસાર થઇ રહેલ અર્ટીગા ગાડીના વચ્ચે અચાનક આંખલો આવી જતા ગાડીના ચાલકે આખલાને બચાવવા જતા ગાડી પલટી ખાધી હતી.

 

જેમાં અર્ટીગા ગાડીમાં સવાર ફોરણા ગામના એક શખ્સનું મોત થયું હતું. તેમજ અન્ય ચાર લોકોને ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

જે બાદ વધુ સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં ફોરણા ગામના એક શખ્સનું મોત થયું હતું તેના મૃત દેહને ડીસા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાઇ હતી.
ઘાયલ નામ:-
(1)પ્રવીણભાઈ હીરાભાઈ ઠાકોર રહે.ફોરણા
(2)વિપુલભાઈ દશરથભાઈ નાઈ રહે.ફોરણા
(3)પાયલબેન દિનેશભાઇ નાઈ રહે.ફોરણા
(4)શિલ્પાબેન પેથાભાઈ નાઈ રહે.કાકરવાળા
મૃતકનું નામ:-
(1)ભરતભાઇ રમાભાઈ ચૌધરી રહે.ફોરણા ઉંમર વર્ષ 27

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!