સુઈગામ નજીકથી પાલનપુર LCBએ રૂ.6 લાખથી વધુના દારુ સાથે પીક અપ ડાલું ઝડપી પાડ્યું

- Advertisement -
Share

રાજ્યમાં દારૂબંધી તો છે પણ દિન-પ્રતિદિન રાજ્યમાંથી વધુને વધુ દારૂ પોલીસના હાથે ઝડપાઇ રહ્યો છે. ત્યારે આજે વધુ પાલનપુર એલસીબી પોલીસે બનાસકાંઠાના માવસરી વિસ્તામાંથી વિદેશી દારૂના 6 લાખના જથ્થા સાથે કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુજરાતમાં દારૂબંધીનો લાભ બુટલેગરો ઉઠાવી માલામાલ થઈ રહ્યા છે. ગેરકાયદેસર દારૂ અને તેમાં વપરાતા વાહનો મળી વાર્ષિક કરોડો રૂપિયાનો મુદ્દામાલ પકડાય છે. ત્યારે બનાસકાંઠાના માવસરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પાલનપુર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, માંડલીથી એક પીક-અપ ડાલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ચોથાનેસડા તરફ આવનાર છે.

આ બાતમીના આધારે એલસીબી પોલીસના હેડ.કોન્સબલ ઇશ્વરભાઇ, અર્જુનસિંહ, ઓખાભાઈ, પો.કો પ્રકાશચંદ્ર તથા પ્રકાશભાઈએ ચોથાનેસડા-સુઈગામ ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળુ પીક-અપ ડાલુ આવતાં તેને રોકવા ઈશારો કરતા ડ્રાઇવરે તેને સુઈગામ કસ્ટમ રોડ તરફ ભગાડ્યું હતું.
જોકે એલસીબી પોલીસે ફિલ્મીઢબે પીછો કરી પીક-અપ ડાલુ તથા પાયલોટીંગ કરનાર સ્કોર્પિયો ગાડીને ઝડપી પાડી હતી. પીક-અપ ડાલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-4668 જેની કિંમત રૂ. 6 લાખ 1 હજાર 380, પીક-અપ ડાલુ તથા સ્કોર્પિયોની કિંમત .રૂ.14 લાખ એમ કુલ 20 લાખ 1 હજાર 380નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ગાડીનો ચાલક મુકેશ દેવજીભાઈ રાજપૂત (રહે. ચારડા તા. થરાદ) તથા પ્રેમા અજાભાઈ રાજપૂત (રહે. ઈઢાટા તા. થરાદ) નાસી જતા તેમના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ માવસરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!