પાલનપુરમાં આખલાના આતંકે 95 વર્ષના વૃદ્ધાનો લીધો જીવ : આ કરુણ મોતનું જવાબદાર કોણ..?

- Advertisement -
Share

પાલનપુરના હેબતપુરમાં છેલ્લા એક માસથી આખલાઓ આતંક મચાવી રહ્યા હતા. ત્યારે આજરોજ આખલાએ 55 વર્ષીય વૃદ્ધાને આખલાએ શિંગડે ચડાવી પછાડતાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ હાઇવેના માર્ગો પર છેલ્લા ઘણા સમયથી કોઈ સમસ્યા હોય તો તે છે રખડતા ઢોરોની સમસ્યા. રખડતા ઢોરોના કારણે અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે તો અનેક લોકો ઘાયલ પણ થયા છે.

બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક લોકો તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા રખડતા ઢોરોને મુક્ત કરવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી બનાસકાંઠા જિલ્લામાં એક પણ રખડતાં પશુઓને મુક્ત કરાયા નથી. ત્યારે પાલનપુરના હેબતપુરમાં છેલ્લા એક માસ સુધી આખલાઓએ આતંક મચાવ્યો હતો.

આજરોજ એક આખલાએ 95 વર્ષીય વૃદ્ધા હીરાબા ભાગળીયાને આખલાએ અડફેટે લીધા હતા આખલાએ 95 વર્ષની વૃદ્ધા હિરાબાને શિંગડે ચડાવી પછાડતા 95 વર્ષે હીરાબા ભાગળીયાનું કરુણ મોત નિપજ્યું હતું. વૃદ્ધાના મોત બાદ આ ગામના 40 યુવાનો એકઠા થઇ આખરે આખલાને પકડી પાંજરાપોળમાં ખસેડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!