પરિક્ષા આપી ઘરે જતી ધો-12ની વિદ્યાર્થિની પર નરાધમે દુષ્કર્મ આચર્યું : પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમને ઝડપી પાડ્યો

- Advertisement -
Share

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર યુવાને દુષ્કર્મ ગુજાર્યા બાદ માર મારવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીએ આ મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરી લીધી છે.

 

મહીસાગર જિલ્લામાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ ખાનપુર તાલુકામાં 65 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મની ઘટના બાદ સંતરામપુર વિસ્તારમાં એક 17 વર્ષીય વિદ્યાર્થિની પર ગામના જ એક યુવાન દ્વારા બહેલાવી ફોસલાવીને દુષ્કર્મ ગુજારવાનાની ઘટના સામે આવી છે.

સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા એક ગામમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્કૂલમાં પેપર આપી પરત ઘરે જઇ રહી હતી. સાંજના છ વાગ્યાના સુમારે ગામના નરાધમ દિપક ઉર્ફે દાજી ભલાભાઇ પગી બાઈક લઈને ત્યાં આવી ચડ્યો હતો અને તને ઘરે મૂકી દઉં તેમ કહી બાઈક ઉપર બેસાડી ખટવા ગામના જંગલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

 

યુવાને વિદ્યાર્થિનીને ધમકી આપી હતી કે, જો કોઈને કહીશ તો મારી નાખીશ. આ ઉપરાંત આરોપી દિપકે ઉશ્કેરાઈ જઈને વિદ્યાર્થિનીને મારી નાખવાના ઇરાદે ગળુ દબાવી નીચે પાડી દઈ તેના ઉપર બેસી ગયો હતો અને વિદ્યાર્થિનીને પથ્થર મારીને માથા સહિત અને શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચાડી હતી. વિદ્યાર્થિનીને લોહીલુહાણ કરીને જંગલમાં છોડી આરોપી ફરાર થઇ ગયો હતો.

વિદ્યાર્થિનીએ જંગલની બહાર આવી રોડ પર જતા લોકોને સમગ્ર ઘટના જણાવતા તેના માતા-પિતાને જાણ કરી હતી. જેથી તેના માતા-પિતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે સંતરામપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને લુણાવાડાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપી હતી.

 

સંતરામપુર પોલીસે ગુનો નોધી અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ઝડપી પાડ્યો હતો અને આરોપીને મેડિકલ ચેકઅપ સહિત કોરોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!