રાજ્યમાં 19 શહેરોમાં કર્ફ્યુ હટાવવામાં આવ્યો : 8 મહાનગરોમાં હવે 12 થી 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે

- Advertisement -
Share

 

ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં કોરોનાના નવા કેસમાં 800 ટકાનો અને એક્ટિવ કેસમાં 375 ટકાનો ઘટાડો થયો છે. ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપી છે.

 

 

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે તા. 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી તા. 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે.

 

 

હાલ 8 મહાનગર-અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે.

 

 

નવી ગાઇડલાઇનમાં 19 નગરોને નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ આપી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડીયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર (નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.

 

દુકાન-વેપાર-ધંધા : દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, સાપ્તાહીક ગુજરી બજાર, હાટ, હેર કટીંગ શોપ, સ્પા-સલૂન, બ્યુટી પાર્લર અને વ્યાપારીક ગતિવિધીઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઓફીસના માલિક, સંચાલક અને કર્મચારીઓ માટે રસીના 2 ડોઝ ફરજીયાત રહેશે.

 

હોટલ-રેસ્ટોરન્ટ્‌સ : બેઠક ક્ષમતાના 75 ટકા સુધી 11 વાગ્યા ખુલ્લી રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલીવરી સેવાઓ 24 કલાક ચાલુ રાખી શકાશે.

 

રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમો : ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમ યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઇ શકશે.

 

જીમ, સિનેમા, વોટર પાર્ક, લાઇબ્રેરી : બેઠક ક્ષમતાના 50 ટકા લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડીટોરીયમ કે એસેમ્બ્લી હોલમાં પણ બેઠક ક્ષમતાના 50 ટકા લોકોને મંજૂરી મળશે.

 

લગ્ન પ્રસંગો માટે નિયંત્રણો : ખુલ્લી જગ્યામાં માત્ર 300 લોકોની મર્યાદામાં યોજી શકાશે. જ્યારે ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઇ શકશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.

 

અંતિમક્રિયા/દફનવિધી : સ્મશાન યાત્રા કે અંતિમ વિધીને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.

 

વાહનવ્યવહાર : નોન-એ.સી. બસમાં ક્ષમતાના 75 ટકા મુસાફરોને મંજૂરી મળશે. પેસેન્જરોને ઉભા રહેવાની મંજૂરી નહીં મળે. એ.સી. બસમાં પણ મહત્તમ 75 ટકા ક્ષમતા સાથે પ્રવાસીઓને મંજૂરી. (ખાસ નોંધ : બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ મળશે.)

 

જાહેર બાગ-બગીચા : રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક અનિવાર્ય રહેશે.
સ્કૂલ-કોલેજ અને પરીક્ષાઓ વિશે : શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગની સુચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.

 

સ્કૂલ અને કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે એસ.ઓ.પી. (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર) સાથે યોજી શકાશે.

 

જ્યારે ધો. 9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના 50 ટકાની સાથે ખુલ્લા રાખી શકાશે
સ્પોર્ટ્‌સ સ્ટેડીયમ/રમત-ગમતની ઇવેન્ટ : પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે.

 

બીમાર વ્યક્તિ, સગર્ભા મહીલા કે અશક્ત વ્યક્તિને અટેન્ડન્ટ સાથે અવર-જવરની છૂટ.
બસ, રેલ્વે કે વિમાનના પ્રવાસીઓને અવર-જવરની છૂટ. ટીકીટ દર્શાવવાની રહેશે.
આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને છૂટ.

 

અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનારા લોકોએ ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન કે સારવારને લગતા કાગળો રજૂ કરવાના રહેશે.
અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનાર સાથે અધિકારી અને કર્મચારીએ માનવીય અભિગમ રાખવાનો રહેશે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!