ડીસામાં મોડી સાંજે જીપડાલાએ 2 એક્ટિવાને અડફેટે લેતા એકનું મોત, ત્રણ ઘાયલ

- Advertisement -
Share

ડીસાના ભોપાનગર પાસે સોમવારની મોડી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પિકપડાલાના ચાલકે બે એક્ટિવા સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે એક્ટિવા પર સવાર ચાર લોકોને ઘભીર ઇજા થઇ હતી જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું તેમજ ત્રણ લોકોને ઇજા થતાં સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસાના ભોપાનગર પાસે મોડી સાંજે એક પિકપડાલા નંબર GJ-08-AU-4753ના ચાલકે ગફલકભર્યું ડ્રાઈવિંગ કરી બે એક્ટિવા નંબર GJ-08-BD-4865 અને GJ-08-BL-8916ને અડફેટે લીધા હતા જેમાં બે એક્ટિવા પર સવાર ચાર લોકોને ઘભીર ઇજા થઇ હતી.

જેમાં સમીરખાન રમજાનખાન સિંધીનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્રણ લોકોને ગંભીર ઇજા થઇ હતી અકસ્માત ને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક 108ને જાણ કરતા 108ની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી.

તેમજ ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ઘાયલોને સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયા હતા. મૃતકની લાશને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડાઇ હતી. જે બાદ ડીસા દક્ષિણ પોલિસે પિકપડાલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘાયલોના નામ

(1) સાહેદ કિફાયતતુલ્લા ઘાસુરા, રહે..જુના ડીસા ઉંમર 35
(2)અર્પિત દિલીપભાઈ પ્રજાપતિ ઉ.25, રહે.. અંબિકા નગર
(3)દેવાંગ જગદીશભાઈ પ્રજાપતિ. ઉ.21, રહે..શ્યામ બંગલોજ

મૃતકનું નામ:

સમીરખાન રમજાનખાન સિંધી

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!