ડીસાનું માલગઢ વિકાસના પંથે : રૂ. 33 લાખના ખર્ચે વિકાસના કામોના ખાતમુહૂર્ત કરાયા

- Advertisement -
Share

 

 

ડીસાના માલગઢમાં નવનિયુક્ત બનેલ સરપંચ અને તેમની પેનલની ટીમ દ્વારા ગામના વિકાસ માટે ગામમાં અલગ-અલગ રૂ. 33 લાખના વિકાસના કામોના સોમવારે ખાતમુહૂર્ત કરાયા હતા.

 

 

ડીસા તાલુકાનું મોટી મત બેંક ગણાતું માલગઢ તાજેતરમાં નવનિયુક્ત બનેલા સરપંચ અને પેનલની ટીમ, ગામના જીલ્લા ડેલીગેટ, તાલુકા ડેલીગેટ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

જ્યારે સોમવારે ગામના વિકાસને નિર્ણય અલગ-અલગ વિકાસના કામો માટે રૂ. 33 લાખના વિકાસના કામના ખાતમુહૂર્ત કરાયા હતા.

 

 

બનાસકાંઠા જીલ્લામાં તાજેતરમાં યોજાયેલી સરપંચ અને ઉપસરપંચની ચૂંટણી યોજાઇ ચૂકી છે અને હવે નવા બનેલા સરપંચ અને તેમના સભ્યો દ્વારા પોતાના ગામના વિકાસના કામો કરી રહ્યા છે.

 

 

ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામમાં પણ બનેલા સરપંચ, ઉપસરપંચ, ડેલીગેટ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં અલગ-અલગ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરાયા હતા.

 

 

(1) જોધપુરીયા ઢાંણીથી નદી સુધી ગટર લાઇન માટે (રૂ. 9 લાખ)
(2) જોધપુરીયા ઢાંણી ભૈરવ ધામ પંખી ઘર માટે (રૂ. 5 લાખ)
(3) જોધપુરીયા ઢાંણી ભૈરવ ધામ વરંડો (રૂ. 2 લાખ)
(4) ગોગા ઢાંણી પ્રાથમિક શાળા પાણીની ટાંકી માટે (રૂ. 3 લાખ)

 

 

(5) સોનાવાડી પ્રાથમિક શાળા સી.સી. રોડ (રૂ. 3 લાખ)
(6) જૂના માલગઢના રૂગણી માતાજી શેડ (રૂ. 2 લાખ)
(7) જોધપુરીયા ઢાંણીથી કુડાવાળી ઢાંણી આંતરીક રસ્તો (રૂ. 2.50 લાખ)
(8) જોધપુરીયા ઢાંણીથી કુડાવાળી ઢાંણી પાઇપ લાઇન (રૂ. 1 લાખ)

 

 

(9) કુડાવાળી ઢાંણી ખોડીયાર મંદિર પાણીની ટાંકી (રૂ. 2 લાખ)
(10) જોધપુરીયા ઢાંણીથી કુડાવાળી ઢાંણી ગટર લાઇન (રૂ. 2.5 લાખ)
(11) કુડાવાળી ઢાંણી પાણીનો હવાડો (રૂ. 1 લાખ)
સહીત રૂ. 33 લાખના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરાયા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!