ધાનેરાના રવિયા દેઢા નજીક 2 બાઇકો સામસામે ટકરાતાં આશાસ્પદ 2 યુવકોના મોત

- Advertisement -
Share

 

ધાનેરા તાલુકાના રવિયા-દેઢા નજીક ગુરૂવારે મોડી સાંજે 2 બાઇક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 આશાસ્પદ યુવકોના મોત થતાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો. જ્યારે લોકોએ 108 વાન અને પોલીસને જાણ કરતાં તાત્કાલીક ઘટનાસ્થળે દોડી તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

 

ધાનેરા તાલુકાના રવિયા-દેઢા નજીક ગુરૂવારે મોડી સાંજે 2 બાઇક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

 

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જ્યારે લોકોએ તાત્કાલીક 108 વાન સહીત પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

 

અકસ્માતમાં 2 મૃતક યુવકો ધાનોલ અને રવિયા ગામના હોવાનું પણ સામે આવ્યું હતું. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!