સદરપુર ગામે ગ્રામજનો દ્વારા રેતી ભરેલ ગાડીઓ અટકાવી રસ્તો બ્લોક કરાયો

- Advertisement -
Share

ડીસા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી રેતી માફીયાઓ બેફામ બની રહ્યા છે અને ખુલ્લેઆમ ઓવરલોડ રેતી ભરેની દોડતાં વાહનચાલકો દ્વારા પુરપાટ ઝડપે વાહનો ચલાવી અકસ્માતો સર્જી રહ્યા છે ત્યારે દરેક બનાસ નદીના પટમાંથી રેતી ભરેલી ગાડીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Advt *T&C apply

બનાસકાંઠા યોજના ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

ત્યારે આજે ડીસા તાલુકાના સદરપુર ગામે રેતી ભરીને ચાલતી ટ્રકોને ગ્રામજનોએ રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો અને ગામલોકોએ અગાઉ ખાણ ખનીજ વિભાગ અને ગ્રામિણ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં આજદીન સુધી કોઈ જ કાર્યવાહી ન કરાતા આજે સદરપુર ગામલોકો દ્વારા રેતી ભરેલી ટ્રકોને રોકીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ગ્રામજનો દ્વારા રસ્તા વચ્ચે બેસી ગયાં હતાં.

સમગ્ર ઘટનાની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવીને ગ્રામજનોને ડીસા રૂરલ પી.એસ.આઈ એમ.જી.ચોધરી દ્વારા સમજાવટ કરવામાં આવી હતી અને ત્યારબાદ રેતી ભરેલી ટ્રકોને જવા દેવામાં આવી હતી.

સદરપુર ગ્રામજનો દ્વારા વારંવાર ખાણ ખનીજ વિભાગ અને તાલુકા મામલતદારને રજુઆત કરાઈ છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં આજે ગ્રામજનો દ્વારા રેતી ભરેલ ગાડીઓ અટકાવી.

તાલુકા મામલતદારને ઘટનાસ્થળે બોલાવી કાર્યવાહી કરવાની ગ્રામજનો દ્વારા કરાઈ ઉગ્ર માંગ રાત્રે દરમિયાન રોયલ્ટી ચોરી કરી ઓવરલોડ દોડતા રેતીના ગાડીઓને લીધે વારંવાર સર્જાઈ રહ્યા છે અકસ્માતો સદરપુર ગામના સરપંચ અને ઉપસરપંચ પણ આ વિરોધ પ્રદર્શનની અંદર ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોના ભારે આક્રોશના પગલે હાલ પુરતી તાલુકા પોલીસ દ્વારા રેતી ભરીને નીકળતાં વાહનચાલકો સામે લાલ આંખ કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!