લંપટ શિક્ષકે વિદ્યાર્થીની પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચરી બ્લેકબેઇલ કરતાં અટકાયત કરાઇ

- Advertisement -
Share

 

અમદાવાદના થલતેજમાં આવેલી એલન નામના ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે. મયંક દીક્ષિત નામના શિક્ષકે વર્ષ-2016 થી 2018 દરમિયાન ક્લાસીસની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

 

 

તે બાદ યુવતીના લગ્નની વાત આવે ત્યારે આરોપી શિક્ષક વિડીયો વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરતો હતો. આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં વસ્ત્રાપુર પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી છે.

 

 

થલતેજમાં આવેલા એલન ક્લાસીસમાં મયંક દીક્ષિત નામનો શિક્ષક ભણાવતો હતો. વર્ષ-2016 દરમિયાન 16 વર્ષની સગીરા પણ ક્લાસીસમાં ભણતી હતી. તે દરમિયાન લંપટ શિક્ષકની નજર પીડીતા પર પડી હતી.

 

શિક્ષક મયંક દીક્ષિત તેના પર સતત 2018 સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. તે બાદ યુવતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીના લગ્ન નક્કી થયા બાદ લગ્ન ન કરે તે માટે શિક્ષકે યુવતીને બ્લેકમેઇલ કરવાનું ચાલુ રાખ્યું હતું.

 

યુવતીથી સહન ન થતાં તેણે સમગ્ર મામલે પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારે શિક્ષક સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી બુધવારે આરોપી મયંક દીક્ષિતની અટકાયત કરી છે. આરોપી મયંક દીક્ષિત અગાઉ એલન ક્લાસીસમાં ફરજ બજાવતો હતો અને અત્યારે બાયજુસ ક્લાસીસમાં ભણાવે છે. આરોપીની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!