ડીસામાં ભર શિયાળે પાણીના કકળાટથી મહીલાઓ દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરાઇ

- Advertisement -
Share

 

ડીસામાં આવેલા શિવનગર વિસ્તારમાં પાણીના બોરમાં પ્રેસર ન આવતાં લોકોને ગુરૂવારથી અત્યાર સુધી સમયસર પાણી મળી રહ્યું નથી અને તેને લઇ મહીલાઓ મંગળવારે ડીસા નગરપાલિકામાં ધસી આવી રજૂઆત કરાઇ હતી. જ્યારે રોષે ભરાયેલી મહીલાઓએ પાણીના પોકારના નારા લગાવ્યા હતા.

 

 

સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો પોકાર શરૂ થઇ જતો હોય છે. પરંતુ ઉંડા જતાં ભૂગર્ભ જળને પગલે હવે આ સમસ્યા ભર શિયાળામાં જોવા મળી રહી છે. જેમ જેમ ભૂગર્ભમાં પાણીનું સ્તર ઉંડુ પહોંચી રહ્યું છે તેમ તેમ પાણીની કિંમત શરૂ થઇ ચૂકી છે.

 

 

ડીસામાં પણ હજુ ઉનાળાની તો શરૂઆત થઇ નથી અને અત્યારથી જ લોકોને પાણીની બૂંદ બૂંદ માટે તરસવું પડી રહ્યું છે. ડીસા શહેરમાં આવેલા શિવનગર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી

 

 

સમયસર મળતું ન હોવાથી રોષે ભરાયેલી મહીલાઓએ મંગળવારે ડીસા નગરપાલિકામાં ધસી આવી પાણીની રજૂઆત કરાઇ હતી. જ્યારે પાણી ન મળતું હોવાથી આ વિસ્તારના લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

 

 

ડીસા નગરપાલિકામાં પાણીના કકળાટની રજૂઆત કરવા માટે આવેલી મહીલાઓને પાણીની સમસ્યા અંગેનું કારણ બોરમાંથી પાણીનું પ્રેસર મળતું ન હોવાનું જણાવ્યું હતું. એટલે એક વાત તો સ્પષ્ટ છે કે, ભૂગર્ભ જળ સ્તર દિવસેને દિવસે ઉંડા ઉતરી રહ્યા છે અને તેના લીધે જ હવે લોકોને પાણીની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

ભર શિયાળામાં પાણીનો આવો કકળાટ રહેતો હોય ત્યારે ઉનાળામાં પરિસ્થિતિ કેટલી વિકટ બની જશે તેનો અંદાજ લગાવવો પણ અઘરો છે. ત્યારે સરકાર દ્વારા પણ ડીસાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ઉંડા ઉતરી ગયેલા ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા માટે યોગ્ય પગલાં ભરવાનો સમય પાકી ગયો છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!