અંબાજીમાં બાઇકની ઉઠાંતરી થતાં ચકચાર

Share

 

બનાસકાંઠા જીલ્લાના અંબાજીમાં તસ્કરો સક્રીય બન્યા છે. અંબાજીમાં આવેલ અંબિકા ભોજનાલય આગળ સોમવારે એક શખ્સ દ્વારા બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયો છે. જે સમગ્ર ઘટના સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઇ છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં વાહન ઉઠાંતરીની ગેંગ સક્રીય થઇ છે. એક પછી એક સમગ્ર જીલ્લામાંથી તસ્કરો દ્વારા વાહનોની ઉઠાંતરી કરી પલાયન થઇ જતાં હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ તસ્કરો બેફામ બન્યા છે.

 

 

અંબાજીમાં આવેલ અંબિકા ભોજનાલય આગળ પાર્ક કરેલા બાઇકને અજાણ્યા શખ્સે બાઇકનું લોક ખોલી બાઇકની ઉઠાંતરી કરી પલાયન થઇ ગયો છે. જે સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ છે. જ્યારે બાઇકની ઉઠાંતરી થતાં અંબાજી પોલીસને જાણ કરાઇ હતી. આ અંગે અંબાજી પોલીસે સી.સી. ટી.વી. કેમેરાના આધારે બાઇક ચોરને ઝડપવાની ક્વાયત હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share