45 કરોડની લૂંટ કેસમાં બનાસકાંઠા એસ.પી. અને સરકારને ગુજરાત હાઇકોર્ટે નોટીસ ફટકારી

Share

 

લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીએ રૂ. 45 કરોડના લૂંટ કેસની તપાસ અન્ય એજન્સીને ટ્રાન્સફર કરવા અરજી કરતાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને બનાસકાંઠા સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ અને અન્યને નોટીસ જારી કરી છે. પ્રશાંત મહેતા કે જે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડીકલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેમણે ગુજરાત હાઇકોર્ટેમાં સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશન ફાઇલ કરીને આ કેસની તપાસ સેન્ટ્રલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સીને તબદીલ કરવા માંગણી કરી છે.

[google_ad]

 

 

આ અરજીમાં બનાસકાંઠા એસ.પી.-પાલનપુર, એલ.સી.બી. પી.આઇ. અને પાલનપુર (ઇસ્ટ) પી.આઇ.નું લીલાવતી ટ્રસ્ટના ગેરકાયદે ટ્રસ્ટીઓ અને અન્ય આરોપીઓ સાથે મળેલા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમનો આરોપ છે કે, લૂંટ કેસમાં પોલીસનું વલણ જોતાં કેસની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ અંગે સવાલ ઉભા થાય છે.

[google_ad]

 

 

 

 

આ અરજીમાં ગુજરાત સરકાર અને ગૃહ સચિવને પણ પ્રતિવાદી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ગુરૂવારે આ અરજીની સુનાવણી પછી જસ્ટીસ હેમંત પ્રચ્છકે આ અરજી દાખલ કરીને પ્રતિવાદીઓને નોટીસ જારી કરી છે અને હવે પછીની સુનાવણી તા. 25 નવેમ્બરના રોજ રાખવામાં આવી છે.

[google_ad]

 

 

 

 

વર્ષ-2019 માં લીલાવતી હોસ્પિટલ પાલનપુરના ભોંયરામાં આવેલા સેફવોલ્ટમાંથી હીરા, ઝવેરાત, ચાંદીના વાસણો, ફેન્સી ડાયમંડ અને વડોદરાના મહારાજાના કલેક્શનની અન્ય ચીજોની લૂંટને બનાસકાંઠા પોલીસે પારિવારીક સભ્યો વચ્ચેનો મિલ્કતનો વિવાદ ગણાવ્યો હતો અને આ કેસમાં એફ.આઇ.આર. દાખલ કરવાની જરૂર નથી તેવો રીપોર્ટ ફાઇલ કર્યો હતો.બનાસકાંઠાના ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટે પોલીસને આ ફરિયાદની તપાસ કરવા આદેશ આપ્યા પછી આ રીપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો હતો.

[google_ad]

 

 

 

 

 

ત્યાર પછી તા. 27 ઓક્ટોબરે પાલનપુરના સેકન્ડ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસે પ્રશાંત મહેતાની ફરિયાદના આધારે પાલનપુર સીટી ઇસ્ટ પોલીસ સ્ટેશનને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-156 (3) હેઠળ એફ.આઇ.આર. નોંધવા જણાવ્યું હતું. પોલીસે તા. 30 ઓક્ટોબરના રોજ એફ.આઇ.આર. નોંધી હતી. ત્યારબાદ પ્રશાંત મહેતાએ તા. 2 નવેમ્બરના રોજ હાઇકોર્ટમાં ટ્રાન્સફર અરજી કરી હતી.

[google_ad]

 

 

 

 

 

 

આ અંગે પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, ‘કેસની હકીકતો જોતાં મને બનાસકાંઠા પોલીસ પર વિશ્વાસ નથી. સ્પષ્ટપણે એવું જણાય છે કે, કાંતો પોલીસને તપાસ કરવામાં રસ નથી અથવા તો પોલીસ આરોપીઓ સાથે મળેલી છે.’ પ્રશાંત મહેતા બનાસકાંઠાના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસને તપાસ અંગેની વિગતો જાણવા તથા લૂંટ કરાયેલી કિંમતી ચીજો જપ્ત કરવા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેમને હજુ કોઇ જવાબ મળ્યો નથી.

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share