ડીસામાં ગણતરીના કલાકોમાં જ રીક્ષા ચોરી કરનારનો ભેદ ઉકેલાયો : ડીસા દક્ષિણ પોલીસે બે શખ્સોને ઝડપ્યા

Share

 

ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે સોમવારે ખાનગી બાતમીના આધારે એક ઓટો રીક્ષા ચોરી કરનાર બે શખ્સોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયા હતા. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે સોમવારે ખાનગી બાતમીના આધારે એક ઓટો રીક્ષા ચોરી કરનાર કાળુભાઇ હીરાજી ઠાકોર (રહે. સિંધી કોલોની, લીલાશા મંદિર પાસે, તા. ડીસા) અને સલીમભાઇ સિકંદરભાઇ ફકીર (રહે. જૂનાડીસા, નવાપરા, તા.ડીસા) વાળાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયા હતા.

[google_ad]

 

 

 

જ્યારે પોલીસે એક ઓટો રીક્ષા કિંમત રૂ. 1,20,000 જપ્ત કરી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

From-Banaskantha update

 

 


Share