મીરાંબાઈ ચાનૂએ ઓલમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું : દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું

- Advertisement -
Share

ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ અપાવનાલ મીરાબાઈ ચાનૂ ટોક્યોથી ભારત પરત ફરી છે. મીરનો સિલ્વર મેડલ આ વખતે ઓલિમ્પિકમાં અત્યાર સુધી ભારત માટે એકમાત્ર મેડલ છે. તે ઓલિમ્પિકના પ્રથમ દિવસે મેડલ મેળવનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ છે. દિલ્હી એરપોર્ટ પર મીરાબાઈનું ભવ્ય સ્વાગત થયું છે. એરપોર્ટ સ્ટાફે ભારત માતાની જયના નારા લગાવ્યા હતા. તે સમયે મીરાની RT-PCR તપાસ પણ કરવામાં આવી હતી. મીરા સાથે તેમના કોચ વિજય શર્મા પણ પરત ફર્યાં છે.

[google_ad]

આ અગાઉ મીરાએ ટોક્યો એરપોર્ટથી પરત ફરતી વખતે એક તસવીર પણ સોશિયર મીડિયા પર શેર કરી છે. તેની કેપ્શનમાં લખ્યું- ઘરે જવા નિકળી છું. મારા જીવનની આ ખાસ યાદગાર ક્ષણો માટે થેન્ક્યૂ ટોક્યો.

[google_ad]

 

 

ચાનૂના આ ટ્વિટના 5 કલાકની અંદર લગભગ 63 હજાર લાઈક્સ અને 3500 રી-ટ્વિટ મળ્યા. વેટલિફ્ટર ચાનીએ શનિવારે મહિલાઓની 49 કિલોગ્રામ વેટ કેટેગરીમાં કુલ 202 કિલોગ્રામ વજન ઉઠાવી સિલ્વર મેડલ જીત્યો હતો. વેટલિફ્ટિંગમાં મીરા મેડલ જીતનારી ભારતની બીજી એથ્લેટ છે. આ અગાઉ કર્ણમ મલ્લેશ્વરીએ વર્ષ 2000માં સિડની ઓલિમ્પિકમાં બ્રોઝ મેડલ મેળવ્યો હતો.

[google_ad]

મણિપુર સરકાર તરફથી પણ મીરાને રૂપિયા 1 કરોડની ઈનામની રકમ આપશે. આ સાથે તેને સરકારી નોકરી પણ આપશે. મીરાબાઈએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે હું અને મારી માતાએ આ જીત માટે અનેક ત્યાગ કર્યાં છે. તેમણે કહ્યું કે પિઝા ખાધાને ઘણો સમય થયો છે. આ જીત બાદ સૌથી પહેલા હું પિઝા ખાઈશ.

[google_ad]

જ્યારે રેસ્ટોરન્ટ ચેઈન ડોમિનોઝે મીરાને જીવનભર માટે મફત પિઝા આપવાની ઓફર કરી છે. ડોમિનોઝે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, “તમે કહ્યું અને અમે સાંભળ્યું. અમે નથી ઈચ્છતા કે મીરાબાઈ ચાનૂને ફરી વખત પીઝા ખાવા માટે રાહ જોવી પડે. માટે અમે જીવનભર મફત પિઝાની ઓફર કરી છીએ.”

[google_ad]

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!