થરાદમાં SOG પોલીસે રૂ.2 લાખથી વધુના એમ.ડી ડ્રગ્સ સાથે એકને ઝડપ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લો એ રાજસ્થાન રાજ્યને અડીને આવેલો જીલ્લો છે જેથી ત્યાંથી અવારનવાર ઘુસાડવામાં આવતા દારુ, ડ્રગ્સ અને એવા નસીલા પદાર્થો

[google_ad]

[google_ad]

પોલીસ દ્વારા ઝડપાતા હોય છે. ત્યારે થરાદમાં પોલીસે એક સખ્શને 2 લાખથી વધુની કીમતના મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.) સાથે ઝડપી પાડ્યો હતો.

[google_ad]

પોલીસનો સ્ટાફ થરાદ – સાંચોર હાઈવે રોડ ઉપર વારા ગામના પાટીયા પાસે એક નંબર પ્લેટ વગરનાં શંકાસ્પદ હીરો પેસન પ્રો મોટર સાયકલ ઉભું રખાવી ચેક કરતા મોટર સાયકલ ઉપર સવાર માલસિગભાઈ જીવાજી ચૌહાણ રહે.

[google_ad]

[google_ad]

દુધવા તા.થરાદ વાળાની ઝડતી તપાસ કરતા તેના શર્ટના ખિસ્સામાંથી બિનઅધિકૃત રીતે રાખેલ મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.) 20 ગ્રામ કિ.રૂ.2,00,000/- નું મળી આવેલ.

[google_ad]

[google_ad]

જે મળી આવેલ મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.) ગાંધવ સાંચોર ખાતે રહેતા પ્રકાશ બિશનોઈ પાસેથી લાવેલનું જણાવતો હોઈ મજકુર આરોપી પાસેથી મળી આવેલ મેફેડ્રોન ડ્રગ્સ(એમ.ડી.) તથા હીરો‌ મોટર સાયકલ તથા મોબાઇલ ફોન-02 તથા રોકડ રકમ મળી કુલ મુદામાલ કિં.રુ.2,25,780/-નો તપાસ અર્થે કબ્જે કરી ઉપરોક્ત માલસિગભાઈ જીવાજી ચૌહાણ રહે.દુધવા તા.થરાદવાળો હાજર મળી આવેલ તેમજ પ્રકાશ બિશનોઈ રહે.

[google_ad]

ગાંધવ સાંચોર (રાજસ્થાન) વાળો હાજર મળી આવેલ ન હોય ઉપરોક્ત બંને ઇસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો‌‌ દાખલ કરવામાં આવ્યો.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!