બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ઓવરલોડ રેતીનું વહન કરતાં 2 ડમ્પરોને ઝડપ્યા

- Advertisement -
Share

 

 

બનાસકાંઠા જીલ્લાના ભૂસ્તર વિભાગે ભૂમાફીયાઓ સામે લાલ આંખ કરી છે. પાલનપુરના ચિત્રાસણી નજીકથી મંગળવારે સાદી રેતીના ઓવરલોડ 2 ડમ્પરોને ભૂસ્તર વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે રૂ. 2.60 લાખની દંડકીય વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરી રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપવામાં અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જીલ્લામાં તપાસ આદરવામાં આવી હતી.

 

જેમાં જે દરમિયાન વાહન ચેકીંગ હાથ ધરી હતી. તે સમયે પાલનપુરના ચિત્રાસણી નજીકથી મંગળવારે બે ડમ્પરોને રોકાવીને પૂછપરછ કરતાં રોયલ્ટી પાસ કરતાં 4.50 મેટ્રીક ટન એક GJ-08-U-3403 અને GJ-06-zz-8623 નંબરની ગાડીમાં સાદી રેતી ગેરકાયદેસર રીતે ઝડપી પાડી ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં મૂકવામાં આવ્યા છે.

 

ભૂસ્તર વિભાગ દ્વારા 2 ટ્રકો ઝડપી પાડીને ભૂસ્તર કચેરી ખસેડી રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે દંડકીય રકમ રૂ. 2.60 લાખની વસૂલાત કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!