ACBએ કોરોના પોઝીટીવ રિપોર્ટ માટે લાંચ લેતો ડો. દીપક ગઢિયાને ઝડપ્યો

- Advertisement -
Share

સુરત: સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. દીપક ગઢિયાને કોવિડ-19નો રીપોર્ટ ઝડપથી આપવા માટે રૂ. 2500ની લાંચ લેવાનું ભારે પડ્યુ છે. એ.સી.બી દ્વારા ડો.ગઢિયાને રૂપિયા 2500ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.

[google_ad]

શહેરના એક નાગરિકે કોર્ટમાં તારીખ માટે જવાનું હતું. કોર્ટમાં પોતાને કોરોના પોઝીટીવ હોવાનું જણાવીને આ નાગરિક હાજર થવા માંગતો ન હતો. કોર્ટ કાર્યવાહીથી બચવાના ઇરાદે તેણે કોરોનાનો પોઝીટીવ રિપોર્ટ મેળવવા માટે સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. દીપક ગઢિયાનો સંપર્ક કર્યો હતો. ડો. દીપક ગઢિયા માટે તે નાગરીક પાસે રૂપિયા 6 હજારની લાંચ માંગી હતી. જે તે દિવસે તે નાગરીકને ડો. ગઢિયાએ વોટ્સએપ પર આધારકાર્ડની નકલ મોકલી આપવાનું કહ્યું હતું.

[google_ad]

આ નાગરીકે આધારકાર્ડ મોકલી આપ્યો હતો. ત્યાર બાદ સમાધાન પેટે રૂપિયા 5 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે નાગરીકે ગઈકાલે ડો. દીપક ગઢિયાને રૂપિયા 2,500 આપી દીધા હતા. પરંતુ ત્યારબાદ નાગરીકે બીજી તરફ સુરતની એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ આપી હતી.

[google_ad]

એ.સી.બીના એ.સી.પી નિરવસિંહ ગોહિલે નવસારી એ.સી.બીના પી.આઇ એ.કે. કામળીયા અને કે.જે. ચૌધરી લાંચનો કેસ કરવાની વાત કરતાની સાથે જ આજે બંને પીઆઇઓએ ભેગા મળી સ્મીમેર હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે વોચ ગોઠવી હતી. જયાં ડો. ગઢિયા રૂપિયા 2500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. એ.સી.બી પોલીસે ડો.ગઢિયાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

[google_ad]

ઉલ્લેખનિય છે કે, અગાઉ ડો.દીપક ગઢિયા ટી.બીની દવાઓ બારોબાર વેંચી મારવાના કૌભાંડમાં પણ સપડાયો હોવાનું કહેવાય છે અને તેમાં પણ તેમના પર આરોપ લાગ્યા હતા. એ.સી.બી દ્વારા હવે સમગ્ર પ્રકરણની તપાસ આદરવામાં આવી છે. જોકે, તપાસ કરતા આ મામલે મોટા ખુલાસા થાય તેવી શકયતા છે.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!