દિયોદર પોલીસે  ઠગાઇના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી ફરાર શખ્સને ઝડપી પાડ્યો

- Advertisement -
Share

શખ્સને દિયોદર પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરાઇ

[google_ad]

બનાસકાંઠા જીલ્લાની પેરોલ ર્ફ્લો સ્કોડની ટીમે ખાનગી બાતમીના આધારે રાજસ્થાનના ભીનમાલથી દિયોદર પોલીસ સ્ટેશનમાં ઠગાઇના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. જેથી પેરોલ ર્ફ્લો સ્કોડની ટીમે દિયોદર પોલીસને સોંપી શખ્સને આગળની સજા ભોગવવા માટે સળીયા પાછળ ધકેલી દીધો છે.

[google_ad]

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ-કચ્છ જે.આર.મોથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી પેરોલ ફર્લો સ્કોડ પોલીસના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો રાજસ્થાનના ભીનમાલ વિસ્તારમાં નાસતા-ફરતા/પેરોલ/ફર્લો ફરારી આરોપીઓની તપાસમાં હતા.

[google_ad]

તે દરમિયાન ખાનગી બાતમીના આધારે દિયોદર પોલીસ સ્ટેશનમાં ઠગાઇના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા-ફરતા બનારસ ઉર્ફે બનારામ વજાજી ઝાલાજી નટ (રહે. લેધરમેર, તા. ભીનમાલ, જી.જાલોર-રાજસ્થાન) વાળાને રાજસ્થાનના ભીનમાલથી ઝડપી પાડ્યો છે. આ અંગે પેરોલ ર્ફ્લો સ્કોડની ટીમે દિયોદર પોલીસમાં શખ્સને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!