બનાસકાંઠામાં આજે બટાટા કોલ્ડ એસોસિએશનના નવા પ્રમુખની 18 વર્ષ બાદ વરણી કરાઈ

- Advertisement -
Share

ગુજરાતમાં સૌથી મોટા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખની આજે વરણી કરાઈ હતી. બનાસકાંઠાના ડીસા ખાતે આજે બટાટા કોલ્ડ એસોસિએશનના પ્રમુખની 18 વર્ષ બાદ સર્વાનુમતે નવા પ્રમુખની વરણી કરાઈ છે. ગુજરાતમાં સૌથી વધુ 202 કોલ્ડ સ્ટોરેજ ડીસા ખાતે આવેલા છે.

 

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

બનાસકાંઠામાં ડીસા પંથકમાં સૌથી વધુ બટાટાનું વાવેતર કરવામાં આવે છે અને ડીસા તેમજ બનાસકાંઠામાં બટાટા આધારિત સૌથી મોટા ઉદ્યોગો પણ છે અત્યારે ગુજરાતમાં કુલ 450 જેટલા બટાકાના કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેમાંથી સૌથી વધુ 202 કોલ્ડ સ્ટોરેજ ડીસા તાલુકામાં જ છે. ડીસામાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં બટાકા સંગ્રહની કેપેસિટી પણ 3.50 કરોડ કટ્ટાઓ છે.

 

 

 

બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનની 18 વર્ષ પહેલા રચના થઈ હતી અને ત્યારથી અત્યાર સુધી ગણપતભાઇ કચ્છવાની સર્વાનુમતે વરણી થતી હતી. ત્યારે હવે 18 વર્ષ બાદ ગુજરાતના આ સૌથી મોટા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે ફૂલચંદભાઈ માળીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

 

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

ડીસામાં આજે રવિરાજ કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયેલી એસોસિયેશનની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે, જ્યારે બટાટા સાથે સંકળાયેલા ખેડૂતો અને વેપારીઓના હિત માટે સદાય કાર્યશીલ રહેવા માટે નવનિયુક્ત પ્રમુખ ફુલચંદભાઈ માળીએ જણાવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!