ડીસામાં ચકચારી સી.એ ની પત્નીની હત્યા કેસમાં મુખ્ય આરોપીને કોર્ટમાં કરાયો રજૂ : કોર્ટએ સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા

- Advertisement -
Share

બનાસકાંઠાના ડીસામાં જાણીતા સી.એ લલીત જેને પોતાની પત્નીને ટક્કર મારી હત્યા કરવા સોપારી આપી હતી તે સોપારી લેનાર મુખ્ય આરોપી ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતો જેને 11 તારીખે બાતમીના એલ.સી.બી એ પકડી પાડેલ. ત્યાર બાદ આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા.

 

 

 

 

બનાસકાંઠાના ડીસામાં રહેતા અને સી.એ નો વ્યવસાય કરતા લલિત ગણપતજી ટાંકએ પોતાની પત્ની દક્ષાને ગેળા હનુમાનજીના દર્શન કરવા પગપાળા લઈ જવાના બહાને પગપાળા ચાલતા જઈએ કાપરા પાસે પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગાડીથી ટક્કર મારી દક્ષાબેનની હત્યા કરી હતી અને જે બાબતે પોલીસે ભીલડી પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ કરતા હત્યામાં સામેલ સીએ લલિત ગણપતજી ટાંક, ગાડીથી ટક્કર મારનાર મહેશ વીરાજી માળી અને સમગ્ર હત્યા માટે સોપારી લેનાર કીર્તિ કાનાજી સાંખલા હોવાનું માલુમ પડ્યું હતું.

 

 

 

પોલીસે અગાઉ લલિત ગણપતજી ટાંક અને મહેશ વીરાજી માળીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા જોકે બાદમાં કોર્ટે તેમને જામીન પણ નામંજૂર કર્યા હતા અને હાલ જેલની હવા ખાઇ રહ્યા છે ત્યારે મુખ્ય આરોપી કીર્તિ કાનાજી સાંખલા છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો ત્યારે પોલીસે 11 તારીખે દક્ષા બેનના સગાની બાતમીના આધારે એલસીબી પોલીસે છાપી તાજ હોટલ આગળ ઝડપી પાડયો હતો.

 

 

Advt

 

જોકે, પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી વધુ પૂછપરછ માટે એલ.સી.બી પોલીસ આજે કોર્ટ રજૂ કર્યો હતો રિમાન્ડની માગણી કરી હતી. જેમાં કોર્ટ એ સાત દિવસના રિમાન્ડ આપ્યા હતા. જોકે રિમાન્ડ બાદ કીર્તિ કાનાજી માળી દક્ષાબેનની હત્યા કેમ કરી અત્યારે કેટલાની સોપારી લીધી હતી હત્યામાં કોણ કોણ સામેલ હતા અગાઉ કેટલા ગુના કરેલા છે અને કીર્તિને સાથ આપનાર કોણ છે. તે પોલીસ તમામ હકીકતો પર પૂછપરછ કરશે જોકે હત્યા લલિતે પૈસા મેળવા કરી હોવાની વાત કરી છે ત્યારે સત્ય હકીકત કીર્તિ જાણતો હોય આ હત્યા પૈસા માટે કે પછી ક્યાં કારણ માટે કરી છે તે તમામ ખુલાસો આરોપી કીર્તિની પૂછપરછ બાદ થશે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!