હૃદય કંપાવે તેવી ઘટના: નદીમાં હોડી ડૂબી જતા 3 વર્ષની બાળકી અને પતિ-પત્ની સહીત 4ના મોત

- Advertisement -
Share

પંચમહાલ જિલ્લામાં ગઈકાલે હ્રદય દ્રાવક ઘટના ઘટી. પાનમ નદીમાં એક હોડી ડૂબી જવાના મોડી સાંજે સમાચાર આવ્યા હતા. હોડીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સાથે નાવિક ડૂબ્યા હતા. હોડી ડૂબી જતાં કુલ ચાર વ્યક્તિનાં મોત થયા હતા. ગઈકાલે મોડી સાંજથી મૃતદેહોની તલાશ જારી હતી જેમાં સ્થાનિક તરવૈયાઓએ પહેલાં માતા-દીકરી અને બાદમાં પિતાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. એક જ પરિવારનીં ત્રણ ત્રણ લાશોની વચ્ચે આંક્રદ કરતાં પરિવારજનોના રૂદનની પાનમનો કાઠો દુ:ખથી ચીરાઈ ગયો હતો.

 

 

 

 

બનાવની વિગતો એવી છે કે શહેરના બોરીયાવી પાસે પાનમ નદીમાં હોડી પલટી ગઈ હોવાના સમાચાર આવ્યા હતા. અકારણોસર ડૂબેલી હોડીમાં ચાર વ્યક્તિ હોવાના સમાચાર મળ્યા હતા. જોકે, થોડીવારમાં જ જાણવા મળ્યું કે હોડીમાં ગાજીપૂરથી બોરીયાવી જઈ રહેલો પરિવાર નાવિક સાથે ડૂબ્યો હતો.

 

 

 

 

મોડી રાતે સ્થાનિક તરવૈયાઓ પાનમને ખૂંદી વળ્યા અને નદીમાં જ સમાઈ ગયેલા માતા-દીકરી અને બાદમાં પતિનો મૃતદેહ શોધી લાવ્યા હતા. મૃતદેહો સાથે પાનમ કાંઠે સ્વજનોના રૂદનની ચીસોથી નદીનો કિનારો દુ:ખથી ચીરાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

 

 

 

 

3 વર્ષની માસુમ સાથે પતિ-પત્નીના મોતથી પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું તો બીજી બાજુ નાવિક પણ ડૂબતાં તેના સ્વજનો પણ આહતમાં હતા. નાવિકનો મૃતદેહ હજુ પણ મળી આવ્યો નથી અને તેની શોધખોળ જારી છે.

 

 

 

 

પ્રાપ્ત અહેવાલો મુજબ માતાપિતા પુત્રીને લઈને મોરવાના ગાજીપૂર ગામે સંબંધીના ઘરે ગયા હતા અને ગાજીપૂરથી પરત પાનમ નદીમાં હોડીમાં બેસી અને પરત આવી રહ્યા હતા ત્યારે આ કરૂણાંતિકા ઘટી હતી. આજે વહેલી સવારથી જ આ ઘટનાના ચોથા હતભાગી નાવિકનો મૃતદેહ શોધવાના પ્રયાસ કરાશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!