પાલનપુરના વકીલની દરિયાદિલી : માતાનું મોત થયું, પિતાની આર્થિક સ્થિતિ ખરાબ હોઈ દાતાએ દીકરીના લગ્ન કરાવ્યા

- Advertisement -
Share

પાલનપુરમાં માતાના મૃત્યુ પછી પિતા પણ આર્થિક રીતે સંપન્ન ન હોઇ એક દાતાએ દીકરીના લગ્નનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. જેમણે કન્યાદાન, કરીયાણું, મંડપ સહિતનો ખર્ચ ઉઠાવ્યો છે. તેમજ તેણીને અભ્યાસમાં પણ મદદ કરી રહ્યા છે. પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારના ઠાકોરવાસમાં રહેતા સુશિલકુમાર મફાજી ઠાકોરના પત્ની અગાઉ ગુજરી ગયા હતા.

 

 

 

તેમની આર્થિક સ્થિતિ પણ નબળી હતી. આવી સ્થિતિમાં દીકરી પ્રિયંકાબાના લગ્ન દિયોદર તાલુકાના રૈયા ગામે નક્કી કરાયા હતા. પરિવારના સભ્યો મુંઝવણમાં હતા. તેવા સમયે પાલનપુરના એડવોકેટ ડો. ગૌતમકુમાર પરમારે દીકરીનું કન્યાદાન કર્યુ હતુ. આ ઉપરાંત લગ્નમાં કરીયાણું, મંડપ સહિતની સગવડ પણ કરી આપી હતી. દીકરી પ્રિયંકાબા એલ.એલ.બીનો અભ્યાસ કરતી હોઇ તેણીને ફીની મદદ પણ તેઓ કરી રહ્યા છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!