Free Porn
xbporn

https://www.bangspankxxx.com

ડીસાનો હૃદય દ્રાવક કિસ્સો: બ્રેઇન ટ્યુમરના ઓપરેશન બાદ કોરોનાગ્રસ્ત માતાએ જીંદગીની જંગ હારતા હવે માસી 2 વર્ષની દીકરીનો કરશે ઉછેર

- Advertisement -
Share

પહેલી લહેરમાં કોરોના સામે જંગ જીત્યા બાદ 2 વર્ષની દીકરીની માતાનું બ્રેઇન ટયુમરનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતુ. જે સમગ્ર વર્ષ કોમામાં રહ્યા બાદ બુધવારે તેણી જીંદગી સામે જંગ હારી ગઇ હતી. જેમની દીકરી નોંધારી બની ગઇ છે. જોકે, માસી હવે યશોદા બનીને આ દીકરીને મોટી કરશે.

 

 

ડીસા શહેરનો હૃદય દ્રાવક કિસ્સો ભલાભલા પાષાણ હૃદયના વ્યકિતની આંખમાં ઝળઝળીયા લાવી દે તેવો છે. મુળ અંબાજીના સુરેશજી ઠાકોર તેમની પત્નિ સવિતાબેન અને 5 સંતાનો, 3 દીકરી અને 2 દિકરા સાથે વ્યવસાય અર્થે પ્રથમ પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેવા આવ્યા હતા.

 

 

જ્યાંથી બે એક વર્ષ પહેલા ડીસા એરપોર્ટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. તેમની સૌથી મોટી દીકરી રીનાબેનના લગ્ન સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે કર્યા હતા. જેમણે ડીસા પિયરમાં એક બે વર્ષ અગાઉ દીકરી જાનકીને જન્મ આપ્યો હતો.

 

 

 

જોકે, જાનકીના નસીબમાં કદાચ માતાની મમતા ઝાઝા દિવસ સુધી નહી રહે એવા વિધાતાના લેખ લખાયા હોય તેમ એક વર્ષ અગાઉ રીનાબેનને બ્રેઇન ટ્યુમરની બિમારી થઇ હતી. જેમને ડીસા યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોની અને તેમની ટીમે તમામ ખર્ચ ઉપાડી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં રીનાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

 

 

 

સારવાર દરમિયાન કોરોના સામે તો જંગ જીતી ગયા હતા. પરંતુ બ્રેઇન ટયુમરનું ઓપરેશન કર્યા પછી તેઓ કોમામાં જતા રહ્યા હતા. અને ઘરે પથારીવશ હતા. જેઓ બુધવારે જીવન સામેનો જંગ હારી ગયા હતા. દરમિયાન તેમની 2 વર્ષની દીકરી જાનકી નોધારી બની જતાં તેની માસી ઉમાબેન અને હિરલબેન યશોદા બની ઉછેર કરશે.

 

 

 

રીનાબેનનો પરિવાર આર્થિક રીતે ગરીબ હોવાથી ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની અને તેમની ટીમે ઓપરેશનનો રૂપિયા 1.50 લાખ જેટલો ખર્ચો ઉઠાવ્યો હતો. જે બાદ રીનાબેનનું નિધન થતાં અંતિમ ક્રિયા સહિત 12 દિવસનો તમામ ખર્ચો કરવા હોઈ માનવતાંની મિશાલ પુરી પાડી છે.

 

 

 

 

“રીનાબેનના લગ્ન ખેડબ્રહ્મા ખાતે સમાજના રિત રિવાજ પ્રમાણે કર્યા હતા. જોકે, પતિ- પત્નિને ન બનતાં રીનાબેન સર્ગભા હતા ત્યારે તેમના પતિથી છુટાછેડા લઇને માતા- પિતાના ઘરે ડીસા જ રહેતા હતા. ભાણીના જીવનમાં માંની ખોટ કદી નહી આવવા દઇએ મારી બહેનને બચાવવા માટે ખુબ પ્રયત્નો કર્યા પરંતુ આખરે તેનું નિધન થયું તેની દીકરી જાનકી અમારા કાળઝાનો કટકો છે. તેને કોઇ ઓછુ ન આવે તે રીતે અને જીવનમાં માતાની ખોટ ન સાલે તે રીતે સાર- સંભાળ રાખી મોટી કરીશુ.” : ઉમાબેન ઠાકોર, માસી

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -

Czech Women Exposed

- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!