યસ બેંક મુશ્કેલમાં : ચોથા ક્વાર્ટરમાં 3,787.75 કરોડ રૂપિયાનું નુકસાન

- Advertisement -
Share

ખાનગી ક્ષેત્રની યસ બેંક અત્યારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. યસ બેંકના માર્ચ ક્વાર્ટરના પરિણામ ખૂબ જ નબળા જોવા મળી રહ્યા છે. યસ બેંકે શેર બજારને આપેલ સૂચના અનુસાર નાણાકીય વર્ષ 2021ના ચોથા ક્વાર્ટરમાં બેંકને રૂ. 3,787.75 કરોડ નુકસાન થયું.

 

 

બેંક અનુસાર લોન લોસ પ્રોવિઝનિંગ અને નેટ ઈન્ટરેસ્ટ આવક ઘટવાને કારણે બેંકને નુકસાન ભોગવવું પડ્યું છે. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં યસ બેંકને રૂ. 3,668.33 કરોડનું નુકસાન થયું હતું. માર્ચ ક્વાર્ટરમાં બેંકના વ્યાજની આવક 22.5% ઘટતા રૂ. 986.7 કરોડ થઈ. એક વર્ષ પહેલા માર્ચ ક્વાર્ટરમાં વ્યાજની આવક રૂ. 1,273.70 કરોડ હતી.

 

 

 

 

માર્ચ ક્વાર્ટર દરમ્યાન બેંક ડિપોઝીટમાં વધારો થયો છે. બેંકની ડિપોઝીટ ચોથા ક્વાર્ટરમાં 54.7% વધીને રૂ. 1.62 લાખ કરોડ થઈ છે. વાર્ષિક ધોરણે બેંકની લોન 2.7% ઘટીને રૂ. 1.66 લાખ કરોડ થઈ છે. વાર્ષિક ધોરણો અનુસાર આ સમય દરમ્યાન બેંકનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 0.30% ઘટીને 1.6% પર આવી ગયું છે.

યસ બેન્કના પરિણામ ખૂબ જ નબળા જોવા મળી રહ્યા છે. જાણકારોના મત મુજબ બેંકને રૂ. 1,076.5 કરોડનું નુકસાન થઈ શકે છે, પરંતુ રૂ. 3,787.75 કરોડનું નુકસાન થયું છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!