એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : ફોર વ્હીલરના ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી આપવા લાંચ લેતાં આર.ટી.ઓ. ઇન્સપેક્ટર સહીત રંગેહાથ 2 ઝડપાયા

- Advertisement -
Share

 

બારડોલી આર.ટી.ઓ. કચેરીમાં અરજદારોને મોટર ડ્રાઇવીંગ તાલીમ આપી લાયસન્સ મેળવવાના ફોર વ્હીલર ગાડીના ટેસ્ટ માટે રૂ. 1,50,000 ની લાંચ માંગવામાં આવી હતી.

 

 

જો કે, રકઝકના અંતે આર.ટી.ઓ. ઇન્સપેક્ટર વર્ગ-2 અમિત યાદવ અને તેના મળતીયા ખાનગી વ્યક્તિ નિકુંજ પટેલ દ્વારા રૂ. 1,00,000 ની લાંચ આર.ટી.ઓ. કચેરીમાં જ લેવામાં આવી હતી. જેથી એ.સી.બી.એ મંગળવારે છટકું ગોઠવીને બંનેને રંગેહાથ ઝડપી લઇ ફરિયાદ દાખલ કરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ફરિયાદી પોતાની મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ચલાવતાં હોય જેમાં ફરિયાદી અરજદારોને મોટર ડ્રાઇવીંગ તાલીમ આપી લાયસન્સ મેળવવાના ફોર વ્હીલર ગાડીના ટેસ્ટ માટે બારડોલી આર.ટી.ઓ. કચેરીમાં લઇ જતાં હોય છે.

 

જેમાં આ કામના આરોપી અમિત રામપ્યારે યાદવ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરે ફરિયાદી પાસે અરજદારોને ડ્રાઇવીંગ ટેસ્ટમાં પાસ કરી લાયસન્સ કાઢી આપવાના કામ માટે રૂ. 1,50,000 ની માંગણી કરી હતી.

 

આ લાંચની રકમ આરોપી નિકુંજકુમાર નરેશભાઇ પટેલ આર.ટી.ઓ. એજન્ટ ખાનગી વ્યક્તિને આપી દેવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ આરોપી નિકુંજ પટેલને વાત કરી લાંચની રકમ ઓછી કરવા જણાવતાં રકઝકના અંતે રૂ. 1,00,000 લેવા સંમત થયા હતા.

 

લાંચની રકમ ફરિયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી

 

વાતચીત કરી, લાંચની રકમ લાવ્યા બાબતેની ખાત્રી કરી, આરોપી ઇન્સપેક્ટરના કહેવાથી આરોપી એજન્ટે ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ. 1,00,000 માંગણી કરી, સ્વીકારી બંને આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં લાંચના છટકા દરમિયાન મંગળવારે રંગેહાથ ઝડપાયા હતા. આ અંગે પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!