ગુજરાતની દીકરીને Golden Girl બનવાની તક : ઐતિહાસિક વિજય બાદ કહ્યું, ‘કાંઇ પણ અસંભવ નથી’

Share

પેરાલિમ્પિક ગેમ્સની ફાઇનલમાં પહોંચનાર ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી અને ગુજરાતની દીકરી ભાવિનાબેન પટેલે શનિવારે જણાવ્યું હતું કે, તે પોતાને દિવ્યાંગ વ્યક્તિ નથી માનતી. ભાવિના પટેલે કહ્યું કે, ટોક્યો ગેમ્સમાં તેના પ્રદર્શનથી સાબિત થયું કે, કશું જ અશક્ય નથી.

[google_ad]

બાર મહિનાની ઉંમરે પોલિયોનો શિકાર બનેલા પટેલે જણાવ્યું હતું કે, હું મારી જાતને દિવ્યાંગ માનતી નથી. હું હંમેશા માનતી હતી કે, હું કાંઈ પણ કરી શકું છું અને મેં સાબિત કર્યું છે કે, આપણે કોઈથી ઓછા નથી. પેરા ટેબલ ટેનિસ પણ અન્ય રમતોથી ઉતરતી નથી. હું ચીન સામે રમી છું અને હંમેશા કહેવામાં આવે છે કે, ચીનને હરાવવું સહેલું નથી. મેં આજે સાબિત કર્યું કે, કશું જ અશક્ય નથી. અમે કાંઈપણ કરી શકીએ છીએ.

[google_ad]

 

પટેલે કહ્યું કે, રમતના માનસિક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મેચ દરમિયાન તેને મદદ મળી. તેણીએ કહ્યું, “મારો દિવસ સવારે ચાર વાગ્યે શરૂ થાય છે અને હું ધ્યાન અને યોગ દ્વારા માનસિક એકાગ્રતા લાવવાનો પ્રયત્ન કરું છું. ઘણી વખત મેચ દરમિયાન ઉતાવળમાં ભૂલો કરીએ છીએ અને પોઇન્ટ ગુમાવીએ છીએ પરંતુ મેં મારા વિચારોને નિયંત્રણમાં રાખ્યા છે. તેના કારણે જ હું અહીં પહોંચી શકી છું. હું સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ટોપ્સ, પી.સી.આઈ, સરકાર, ઓજીક્યુ, અંધ જનસંઘ અને મારા પરિવારનો પણ આભાર માનું છું.

[google_ad]

Advt

મેચ જીત્યા બાદ ભાવિનાએ કહ્યું કે, જ્યારે હું અહીં આવી ત્યારે મેં માત્ર મારું 100 ટકા આપવાનું વિચાર્યું હતું. જો તમે આ કરી શકો તો તમને મેડલ આપોઆપ મળી જશે. આ મેં વિચાર્યું. હું ફાઇનલ માટે તૈયાર છું અને મારું 100 ટકા આપીશ.

[google_ad]

 

 

ક્વાર્ટર ફાઇનલમાં જીત બાદ ટોક્યો 2020 ફોર ઇન્ડિયાએ તેમના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરતાં લખ્યું, “પેરા ટેબલ ટેનિસમાં મેડલ સુનિશ્ચિત કરનારાં પ્રથમ ભારતીય.” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં. ભાવિના પટેલ મહેસાણા જીલ્લાનાં વતની છે અને તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. ભાવિના પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હું આઈટીઆઈમાં કોર્સ કરવા માટે ગઈ, ત્યારે મેં પહેલી વખત જોયું કે મારા જેવા જ લોકો ટેબલ ટેનિસ રમી રહ્યા છે. તે જોઈને નવાઈ લાગી અને પ્રેરણા પણ મળી, એ પછી ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતુ.’

[google_ad]

 

નોંધનીય છે કે, અત્યાર સુધીની કારકિર્દીમાં તેમને ગોલ્ડ, સિલ્વર સહિત 22 આંતરરાષ્ટ્રીય મેડલ મળ્યા છે અને હવે વધુ એક મેડલ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં મળશે.

 

From – Banaskantha Update


Share